For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UNમાં ભારતે આંતકના મુદ્દે ખોલી પાકિસ્તાનની પોલ

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે કહ્યું કે, પાકિસ્તાને જ ભારત વિરુદ્ધ આંતકી સમૂહો તૈયાર કર્યા છે. તે હવે રાક્ષસ બનીને પોતાના જ જન્મદાતાને ખાઇ રહ્યું છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

ભારતે ફરી એકવાર આતંકવાદ ના મુદ્દે પાકિસ્તાન ને ઘેર્યું છે. જીનિવા સ્થિત સંયુક્ત રાષ્ટ્ર માં માનવાધિકાર પરિષદના 34મા સત્ર દરમિયાન ભારતે કહ્યું કે, પાકિસ્તાને જ ભારત વિરુદ્ધ આંતકી સમૂહો તૈયાર કર્યા છે. તે હવે રાક્ષસ બનીને પોતાના જ જન્મદાતાને ખાઇ રહ્યું છે. ભારતે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ઘણા વિસ્તારોમાં ભારત માટે હેરાનગતિ ઊભી કરવા માટે જવાબદાર છે, સીમા પારથી આવતા આતંકવાદીઓ. જેને પરોક્ષ રીતે પાકિસ્તાન સહાય કરે છે.

narendra modi nawaz sharif

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત અજીત કુમારે માનવાધિકાર પરિષદના 34મા સત્રને સંબોધિત કરતાં કહ્યું કે, પાકિસ્તાન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને જે પ્રસ્તાવો આપવામાં આવ્યા છે, તે તમામ ભ્રામક અને અનુચિત સંદર્ભોવાળા છે. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં દબાણપૂર્વક અને ગેરકાયદેસર કબજો કર્યો છે, જે તેમણે ચોક્કસપણે ખાલી કરવા જોઇએ. ભારતે પાકિસ્તાન પર જમ્મુ-કાશ્મીરમાં હિંસા અને અશાંતિ ફેલાવવા માટે, સીમા પારથી આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે તથા આ રાજ્યને અસ્થિર કરવા માટે આકરા પ્રહારો કર્યા હતા.

અહીં વાંચો - કેન્સાસમાં થયેલી ગોળીબારની ઘટનાને ટ્રંપે વખોડીઅહીં વાંચો - કેન્સાસમાં થયેલી ગોળીબારની ઘટનાને ટ્રંપે વખોડી

ભારતીય રાજદૂત અજીત કુમારે આગળ કહ્યું કે, આતંકવાદ એ માનવાધિકારનો ઘોર દુરૂપયોગ છે, તમામ સભ્યો એક દેશની આ મોટી વિડંબણા સમજી શકે છે, જેણે માનવાધિકારોની આડમાં રહી આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર હોવાની પ્રતિષ્ઠા મેળવી છે. ઉલ્લેખનીય છે કે, ઉરી અને પઠાનકોટના આતંકી હુમલાઓ બાદથી ભારત અને પાકિસ્તાનના સંબંધો વધુ તંગ બન્યા છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં ભારતીય સેનાએ પીઓકે માં ઘુસીને સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. જેમાં અનેક આંતકી સંગઠનો નાશ પામ્યા. તો સામે ગત વર્ષે સીમા પાર સિઝફાયરનું ઉલ્લંઘન કરવાના 151 કિસ્સા સામે આવ્યા હતા.

English summary
India slams Pakistan at Geneva session, Monster now devouring its own creator.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X