For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આતંકી હુમલાઓનું મુખ્ય નિશાન હશે ભારત'

|
Google Oneindia Gujarati News

terror
ઇસ્લામાબાદ, 7 માર્ચઃ અલકાયદા સાથે જોડાયેલા પાકિસ્તાનના એક પ્રમુખ આતંકવાદીએ ભારતમાં થયેલા હુમલાઓમાં સામેલ આતંકવાદીઓની પ્રશંસા કરતા કહ્યું કે, અમેરિકન સેના અફઘાનિસ્તાનમાંથી ગયા બાદ ભારત આતંકવાદી હુમલાઓના મુખ્ય નિશાના પર રહેશે.

અલકાયદાના કંપની કમાન્ડર રહી ચૂકેલા જૈશ એ મોહમ્મદના પૂર્વ નેતા અશ્માતુલ્લાહ મુઆવિયાએ એક નિવેદન જારી કરીને 2008માં મુંબઇ આતંકી હુમલાઓમાં સામેલ રહેલા અજમલ કસાબ અને વર્ષ 2001માં ભારતીય સંસદ પર હુમલોમાં દોષી અફઝલ ગુરુના વખાણ કર્યા.

તેમણે ચેતવણી આપી છે કે ભારતમાં આતંકી હુમલાઓમાં વધારો થશે, કારણ કે અમેરિકન સેના આ ક્ષેત્રથી હટ્યા પછી જેહાદી સંગઠન પોતાનું ધ્યાન અફઘાનિસ્તાનથી હટાવીને કાશ્મિર પર કેન્દ્રિત કરશે.

ધ લોંગ વોર જર્નલના સમાચાર અનુસાર, મુઆવિયાની ટિપ્પણીઓ આઇએસઆઇના જેહાદી સંગઠનો સાથેના સંબંધો તરફ ઇશારો કર્યો છે.

સમાચારમાં દાવો કર્યો છે કે આઇએસઆઇ અતીતમાં જિન સંગઠનોનું સમર્થન અને નિર્દેશ આપી ચૂક્યા છે હવે તેમના પર નિયંત્રિત નહીં કરી શકે.

મુઆવિયાનું નિવેદન 24 ફેબ્રુઆરીએ જેહાદી જામિયા હફસા ઉર્દૂ ફોરમમાં છપાયો અને ખાનગી એસઆઇટીઇ ઇન્ટેલિજન્સ ગ્રુપ દ્વારા તેનું અનુવાદ કરવામાં આવ્યું.

English summary
A top Pakistani militant commander linked to al Qaeda has praised terrorists behind attacks in India and said the country will become a major target of terrorist assaults once the US withdraws from Afghanistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X