For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસથી સંક્રમિત ભારતીય-અમેરિકી પત્રકારનુ ન્યૂયોર્કમાં મોત

ભારતીય ન્યૂઝ એજન્સીના એક પત્રકારનુ અમેરિકામાં કોરોના વાયરસના કારણે મોત નીપજ્યુ છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકામાં ઘણા ભારતીય-અમેરિકી લોકો કોરોના વાયરસ(કોવિડ-19)થી સંક્રમિત થઈ ગયા છે. જેમાંથી ઘણાના મોત પણ થઈ ચૂક્યા છે. મૃતકોમાં ભારતીય ન્યૂઝ એજન્સીના એક પત્રકાર પણ શામેલ છે. આ માહિતી ઘણા રિપોર્ટમાં કહેવામાં આવી છે. જો કે અમેરિકામાં ભારતીય-અમેરિકી લોકોના વાયરસથી સંક્રમિત થવાના કેસમાં હજુ સુધી કોઈ અધિકૃત આંકડા સામે આવ્યા નથી.

સોમવારે રાતે થયુ નિધન

સોમવારે રાતે થયુ નિધન

સમાચાર આવ્યા છે કે દિગ્ગજ ભારતીય-અમેરિકી પત્રકાર બ્રહ્મ કુચીભોટલાનુ ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં સોમવારે રાતે નિધન થઈ ગયુ છે. તે યુનાઈટેડ ન્યૂઝ ઑફ ઈન્ડિયા માટે પહેલા કામ કરી ચૂક્યા છે. તેમના મોતના સમાચાર પર ભારતીય અમેરિકી રાજેન્દ્ર દિશપલ્લીએ કહ્યુ, ‘આ વાસ્તવમાં ખૂબ જ ચોંકાવનારુ છે કે સમુદાય સાથે આવુ થઈ રહ્યુ છે. એ વાતો વિશ્વાસ નથી થઈ રહ્યો કે આ આપણા અને આપણા જાણીતાઓ સાથે બની રહ્યુ છે.' પત્રકારના નિધન પર સેલિબ્રિટી શેફ વિકાસ ખન્નાએ પણ ટ્વિટ કર્યુ છે.

ઘણા સોશિયલ ગ્રુપ્સમાં હાજર

ઘણા સોશિયલ ગ્રુપ્સમાં હાજર

માહિતી મુજબ ભારતીય મૂળના મોટાભાગના લોકો ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં રહે છે. આ જ અમેરિકાના એ બે રાજ્ય છે જે કોરોના વાયરસથી ગંભીર રીતે પ્રભાવિત છે. સોમવાર સુધી આ બે રાજ્યોમાં કોરોના સાથે સંક્રમિત લોકોની સંખ્યા 1,70,000 પહોંચી ગઈ છે. જ્યારે મૃતકોનો આંકડો 5,700 થઈ ગયો છે. ભારતીય સમાજના નેતાઓનુ કહેવુ છે કે તેમને સમાજ સાથે જોડાયેલા લોકોના વાયરસથી સંક્રમિત થવાના સમાચારા રોજ મળી રહ્યા છે. મેરીલેન્ડ અને વર્જીનિયાના ન્યૂયોર્ક ક્ષેત્ર અને ગ્રેટર વૉશિંગ્ટન ક્ષેત્રમાં ઘણા સામાજિક નેતા કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. આમાંથી મોટાભાગના પોતાના ઘરોમાં ક્વૉરંટાઈન છે જ્યારે ઘણા હોસ્પિટલોમાં ભરતી છે. કોવિડ-19 માટે સા ઈન્ટરનેશનલ સંગઠને એક હેલ્પલાઈન જારી કરી હતી જેના પર તેમને ઘણા કૉલ આવે છે.

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 2000 લોકોના મોત

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 2000 લોકોના મોત

હ્યુસ્ટન સ્થિત આઈટી પ્રોફેશનલ રોહન બાવડેકર વેન્ટીલેટર પર છે. તેમને સમર્થન આપવા માટે ભારતીય-અમેરિકીઓએ 204,000 ડૉલર ભેગા કર્યા છે. બાવડેકરની પત્ની અને ત્રણ બાળકો પણ કોરોના સંક્રમિત છે. જૉન્સ હૉપકિન્સ વિશ્વવિદ્યાલય દ્વારા અનુમાન અનુસાર અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 2000 લોકોના મોત થઈ ચૂક્યા છે. હાલમાં આખી દુનિયામાં અમેરિકા જ એવો દેશ છે જ્યાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યાસૌથી વધુ છે. અહીં અત્યાર સુધી 364,723 લોકો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. વળી, સ્પેન(136,675), ઈટલી (132,547), જર્મની(102,453)માં પણ મોટી સંખ્યામાં લોકો આનાથી સંક્રમિત છે.

આ પણ વાંચોઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 773 નવા કેસ, પૉઝિટીવ દર્દીઓની સંખ્યા થઈ 5194આ પણ વાંચોઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 773 નવા કેસ, પૉઝિટીવ દર્દીઓની સંખ્યા થઈ 5194

English summary
indian american journalist dies in new york hospital america due to coronavirus covid-19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X