For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

''ભારત, હિન્દુત્વ અને બીજેપી માટે ભાર સમાન છે મોદી''

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 23 જુલાઇ : એક ભારતીય અમેરિકન ગ્રુપે ગુજરાતના મુખ્યમંત્રી અને બીજેપીના ઇલેક્શન કેમ્પેઇનના ચીફ નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે. ભારતીય અમેરિકને આ ગ્રુપ 'ઇમાનનેટ'ના પ્રેસિડેન્ટ અને 'કૉલિશન અગેન્સ્ટ જેનોસાઇડ'ના કો-ફાઉન્ડર શેખ ઉબૈદે જણાવ્યું કે નરેન્દ્ર મોદી પર ગુજરાત રમખાણોના ડાઘ છે. મોદી ભારત, ગુજરાત, હિન્દુત્વ અને અહીં સુધી કે ભારતીય જનતા પાર્ટી માટે ભારરૂપ છે. આ ગ્રુપે મોદીને અમેરિકન વિઝા નહી આપવા સાંસદો દ્વારા પ્રેસિડેન્ટ ઓબામાને લખેલા લેટરને યોગ્ય ગણાવ્યો છે.

શેખે જણાવ્યું કે માનવાધિકાર સૌથી ઉપર હોય છે. ગુજરાત રમખાણ પીડિતોને એક દશક બાદ પણ ન્યાય નથી મળ્યો. બની શકે છે કે આના માટે જવાબદાર વ્યક્તિ પ્રધાનમંત્રી પદનો ઉમેદવાર બની જાય. શેખે જણાવ્યું કે ભારતે દક્ષિણ આફ્રિકામાં રંગભેદ અને ફિજીમાં ભારતીયોની સામે રમખાણો સહિત અન્ય દેશોના આંતરિક મામલામાં પણ નૈતિક વલણ અપનાવ્યું છે તો પ્રેસિડેન્ડ ઓબામાને આમાં શા માટે સામેલ કરી શકાય નહીં.

શેખે લેટરને લઇને બીજેપીની એ વાતને રદીયો આપ્યો કે એક સાંસદ પાછળ હટી ગયો છે. તેમણે જણાવ્યું કે મોદી સમર્થકોની વિભાજિત કરવાની રણનીતિ છે. મને અન્ય સાંસદો પણ દબાવમાં આવવાની આશંકા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, માનવાધિકારોને સૌથી ઉપર ગણાવતા સેક્યુલર ઇન્ડિયન-અમેરિકન ગ્રુપે ભારતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્ર મોદીના વિઝા નામંજૂર કરી દેવાની નીતિને સાચી ગણાવી તેને યથાવત રાખવા યુએસના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને લખેલો 65 સાંસદોની સહીવાળા પત્રને યોગ્ય ગણાવ્યો છે. આ ગ્રુપે છેલ્લા આઠ વર્ષથી પણ વધારે સમય સુધી મોદી વિરોધી અભિયાન ચલાવ્યું છે.

સાથે સાથે આ ગ્રુપ અમેરિકાને એ વાત પર રાજી કરવામાં અત્યાર સુધી સફળ રહ્યા કે મોદીને અમેરિકાના વિઝા આપવામાં ના આવે. જોકે ગ્રુપનું કહેવું છે કે મોદીની સામે ઓબામાને લખેલા કોઇ લેટર પર સિગ્નેચર કરનાર કેટલાક નેતાઓ પર હવે પાછી પાની કરવાનું દબાણ છે.

રાજ્ય સભાના 25 અને લોકસભાના 40 સભ્યોએ 26 નવેમ્બર અને 5 ડિસેમ્બર 2012ના રોજ આ લેટર લખ્યો હતો અને તેને રવિવારે વાઇટ હાઉસ માટે ફરીથી ફેક્સ કર્યો હતો. ધ વોશિંગ્ટન પોસ્ટે લખ્યું છે કે એ વિચાર કરવા લાયક નથી કે ભારતીય સાંસદ કોઇ આંતરીક મામલામાં પોતાનું વલણ નક્કી કરવા માટે અમેરિકાને અપીલ કરે. ઘણા ભારતીય નેતા આ વિચારનો વિરોધ કરશે.

English summary
Indian-American Muslims group target to Narendra Modi over visa issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X