આ વખતની અમેરિકી ચૂંટણીમાં ભારતીય મહિલાઓની પણ છે મહેનત

Subscribe to Oneindia News

9 નવેમ્બરે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો સાથે જ વધુ એક વ્યસ્ત અમેરિકી ચૂંટણી પ્રક્રિયાનો અંત આવી જશે. દર વખતની જેમ આ વખતે પણ અમેરિકી ચૂંટણીમાં ભારતીયોએ આગળ વધીને ભાગ લીધો છે.

indian women

પુરુષોની તુલનામાં મહિલાઓ વધુ

ચૂંટણી જ નહિ ડેમોક્રેટ અને રિપબ્લિકન પાર્ટીના કેમ્પેઇનમાં પણ આ વખતે ભારતીયોનું મહત્વનું યોગદાન રહ્યુ. પરંતુ આ ચૂંટણીમાં ખાસ વાત એ રહી કે ભારતીય મૂળની અમેરિકી મહિલાઓની ભાગીદારી પુરુષોની તુલનામાં વધુ રહી છે.


કમલા હેરિસ સૌથી મોટુ ઉદાહરણ

ભારતીય અમેરિકી મહિલાઓ આ વખતની અમેરિકી ચૂંટણીમાં એક મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તેનું તાજુ ઉદાહરણ છે, ડેમોક્રેટ પાર્ટીની કમલા હેરિસ કે જે પહેલી ભારતીય અમેરિકી સેનેટર તરીકે ચૂંટાઇ શકે છે. જો કમલા સેનેટર બને તો ભારતીય મૂળના સમુદાયમાંથી આવતી પહેલી મહિલા હશે.


નીરા ટંડન હિલેરી સાથે

કમલા ઉપરાંત નીરા ટંડન કે જે સેંટર ફોર અમેરિકન પ્રોગ્રેસની પ્રમુખ છે, તેને ક્લિંટનની ટ્રાન્જીશન ટીમની ઉપાધ્યક્ષ બનાવાઇ હતી. સેંટર ફોર અમેરિકન પ્રોગ્રેસ અમેરિકાની એક લીડિંગ થિંક ટેંક છે. માનવામાં આવી રહ્યુ છે કે ક્લિંટન તેમને પોતાના પ્રશાસનમાં એક મહત્વની ભૂમિકા આપી શકે છે.


ક્લિંટનની નજીક છે હુમા

ક્લિંટનની નજીક ગણાતી હુમા અબ્દેઇનના પિતા ભારતીય હતા અને મા પાકિસ્તાની. હુમા, ક્લિંટનના કેમ્પેઇનની ઉપાધ્યક્ષ છે. જ્યાં ક્લિંટન અમેરિકાની પહેલી મહિલા રાષ્ટ્રપતિ બનવા તરફ છે તો એવી મહિલાઓની સંખ્યા પણ ઓછી નથી જેમણે ચૂંટણીમાં મહત્વની ભૂમિકા નિભાવી હોય. મહિલાઓની આ ભાગીદારીમાં થોડો હાથ સાઉથ કેરોલિનાની ગવર્નર નિકી હેલેનો પણ છે. નિકી પહેલી ભારતીય અમેરિકી મહિલા છે જેને ગવર્નરની જવાબદારી મળી હતી.


ક્લિંટનની ટીમમાં ભારતીય મહિલાઓ

મિની તીમ્મારાજુ હિલેરી માટે વોટ ડાયરેક્ટર છે. આ ઉપરાંત તે ક્લિંટનના કેમ્પેઇનની આઉટરીચ ડાયરેક્ટર પણ છે. માયા હેરિસ ક્લિંટનના કેમ્પેઇનની એક મહત્વની સલાહકાર છે. કેલિફોર્નિયાની શેફાલી રાઝદાન દુગ્ગલ ક્લિંટનની ફાઇનાંસિયલ ટીમની જવાબદારી પણ સંભાળે છે.

રિપબ્લિકંસમાં ભારતીય મહિલાઓ

માત્ર ડેમોક્રેટ્સમાં નહિ પરંતુ રિપબ્લિકન પાર્ટી પણ ભારતીય મૂળની મહિલાઓને જ્ગ્યા આપવામાં પાછળ નથી. પાર્ટીમાં કેલિફોર્નિયાની હરમીત ઢિલ્લન રિપબ્લિકનનેશનલ કમિટીમાં મહત્વનું સ્થાન ધરાવે છે. મેરી થોમસ ફ્લોરિડામાં છે અને પાર્ટી માટે કાઉંસીલર તરીકે કામ કરે છે. આ રીતે 30 વર્ષની કેશા રામ વેરમોંટ હાઉસ ઓફ રિપ્રેઝંટેટીવ્સમાં સૌથી નાની ઉંમરની સાંસદ છે.

English summary
Indian American women in US Presidential Elections playing a big role .
Please Wait while comments are loading...