UN: પાક.નું જૂઠ્ઠાણું પકડાયું, ભારતે રજૂ કરી સાચી તસવીર

યુએનમાં પાકિસ્તાનના ભારત અંગેના જૂઠ્ઠાણા પરથી ભારતીય પ્રતિનિધિએ ઉંચક્યો પડદો

સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારોના હનન માટે ખોટી તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ ભારતે પાકિસ્તાનના આ જૂઠ્ઠાણાને યુએનમાં જ વિશ્વ સમક્ષ ખુલ્લુ પાડ્યું હતું. ભારત તરફથી યુએનની મહાસભામાં પહોંચેલ પૌલોમી ત્રિપાઠીએ ઉમર ફિયાઝની તસવીર બતાવતા કહ્યું કે, આ છે સાચી તસવીર. તેમણે રાઇટ ઓફ રિપ્લાય દરમિયાન પાકિસ્તાનના પ્રતિનિધિ મલીહા લોધી પર પલટવાર કર્યો હતો. પાક.ના પ્રતિનિધિઓ ફિલિસ્તીનની એક ઘાયલ યુવતીની તસવીરને યુએન મહાસભામાં કાશ્મીરની તસવીર તરીકે રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે, કાશ્મીરમાં પેલેટ ગનને કારણે યુવતીની આ હાલત થઇ હતી.

india at un

પાક.એ સભાને ગેરમાર્ગે દોરી

પાક. પ્રતિનિધિ દ્વારા બતાવવામાં આવેલ તસવીરની હકીકત જણાવતા પૌલોમી ત્રિપાઠીએ કહ્યું કે, લોધીએ સભાને ગેરમાર્ગે દોરી હતી. જુલાઇ 2014માં અમેરિકન ફોટોગ્રાફર દ્વારા લેવામાં આવેલ ફિલીસ્તીનની યુવતી રાવ્યા અબૂ જોમની તસવીરને જમ્મુ-કાશ્મીરની તસવીર તરીકે રજૂ કરી ભારત વિશે અફવા ફેલાવવામાં આવી છે, જેથી સદનમાં ભારત અંગેની ખોટી ધારણાને વેગ મળે.

india at un

પાકિસ્તાન પર પલટવાર

આ સાથે જ પાકિસ્તાન પર જવાબી હુમલો કરતાં પૌલોમી ત્રિપાઠીએ ભારતના જમ્મુ-કાશ્મીરના યુવા પોલીસ ઓફિસર લેફ્ટિનેંટ ઉમર ફયાઝની તસવીર બતાવતાં કહ્યું હતું કે, આ વ્યક્તિનું અપરહણ કરવામાં આવ્યું હતું અને તેમને ક્રૂરતા પૂર્વક મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. તેમના હત્યારા પાકિસ્તાન સમર્થિત આતંકીઓ હતા. લેફ્ટિનેંટ ઉંમર ફયાઝના અંતિમ સંસ્કાર સમયની તસવીર બતાવતાં તેમણે આગળ કહ્યું હતું કે, આ ભયાનક અને હૃદયદ્રાવક તસવીર છે. આ તસવીર બતાવે છે કે, સીમા પારથી આવતા આતંકીઓ ભારતમાં લોકોને મારે છે, ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના લોકોને લગભગ રોજ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આ છે હકીકત અને આમ છતાં પાકિસ્તાનના પ્રતિનિધિએ સભાને ગેરમાર્ગે દોરતા ખોટા તથ્યોને લોકો સમક્ષ રજૂ કર્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X