For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Russia Ukraine War: 'કોઈ પણ હાલતમાં ભારતીયો આજે છોડી દે કીવ', ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી

યુક્રેનમાં ભારતીય દૂતાવાસે મંગળવારે કીવમાં ફસાયેલા ભારતીયોને કોઈ પણ સ્થિતિમાં રાજધાની શહેર કીવ છોડવા માટે કહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

કીવઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ અટકવાનુ નામ નથી લઈ રહ્યુ. આ યુદ્ધમાં હજારો ભારતીય છાત્રો અને લોકો ફસાયેલા છે જેમને સુરક્ષિત કાઢવા માટે ભારત સરકાર ઑપરેશન ગંગા ચલાવી રહી છે. આ ક્રમમાં યુક્રેનમાં ભારતીય દૂતાવાસે મંગળવારે કીવમાં ફસાયેલા ભારતીયોને કોઈ પણ સ્થિતિમાં રાજધાની શહેર કીવ છોડવા માટે કહ્યુ છે દૂતાવાસે ભારતીય નાગરિકોને પહેલથી ઉપલબ્ધ ટ્રેનોના માધ્યમથી કે કોઈ અન્ય ઉપલબ્ધ માધ્યમથી નીકળવાની સલાહ આપી છે.

indian

દૂતાવાસે કહ્યુ કે છાત્રો સહિત બધા ભારતીય નાગરિકોને આજે તાત્કાલિક કીવ છોડવાની સલાબ આપવામાં આવે છે. ઉપલબ્ધ ટ્રેનો કે કોઈ અન્ય ઉપલબ્ધ માધ્યમથી બહાર નીકળે. તમને જણાવી દઈએ કે યુક્રેનમાં લગભગ 20 હજાર ભારતીય લોકો હાજર હતા જેમાંથી મોટાભાગના ત્યાં મેડિકલનો અભ્યાસ કરવા માટે ગયા હતા. આમાંથી ચાર હજારથી વધુ લોકો ભારત આવી ચૂક્યા છે. ઑપરેશન ગંગાની આઠમી ફ્લાઈટ બુડાપેસ્ટ(હંગરી)થી દિલ્લી માટે મંગળવારે જ રવાના થઈ ચૂકી છે. આ પહેલા આજે યુક્રેનથી એક ફ્લાઈટ 182 ભારતીય છાત્રોને લઈને છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચી.

યુક્રેન યુદ્ધના છઠ્ઠા દિવસે રશિયાએ પૂરી તાકાત સાથે લડાઈ શરુ કરી દીધી છે અને રશિયાનો હેતુ હવે સંપૂર્ણપણે સ્પષ્ટ છે, કોઈ પણ સ્થિતિમાં જલ્દીમાં જલ્દી કીવ પર કબ્જો કરવો. વળી, અમુક રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ કીવ છોડી દીધુ છે. વળી, આજે કીવ અને ખાર્કિવ વચ્ચે એક સૈન્ય છાવણી પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 70 યુક્રેની સૈનિક માર્યા ગયા છે. વળી, અમેરિકાએ કહ્યુ છે કે તે યુક્રેન યુદ્ધ પર સતત ભારતમાં પોતાના પાર્ટનર્સ સાથે સંપર્કમાં છે.

English summary
Indian embassy advised Indian people to leave Kieve today in any condition
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X