For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કીવમાં ફસાયો ભારતીય પરિવાર, પિતાએ વીડિયો સંદેશથી માંગી મદદ, દીકરાને તાવ, આસપાસ થઈ રહી છે લૂટ

કીવ શહેરમાં ફસાયેલા ચાર ભારતીય નાગરિકોએ ભારત સરકારને અપીલ કરી છે કે તેમને અહીંથી બહાર નીકળવામાં મદદ કરવામાં આવે.

|
Google Oneindia Gujarati News

કીવઃ યુક્રેનની રાજધાનીમાં ઘણા ભારતીયો હજુ પણ ફસાયેલા છે અને કોઈ રીતે અહીંથી નીકળવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ જે રીતે રશિયાની સેના સતત કીવ અને અન્ય શહેરો પર હુમલા કરી રહી છે તેના કારણે ઘણા ભારતીય નાગરિકો અહીં ફસાયેલા છે અને નીકળી શકતા નથી. ભારતીય નાગરિકોને અહીંથી સુરક્ષિત બહાર કાઢવા માટે ભારત સરકાર ઑપરેશન ગંગા ચલાવી રહી છે. આ દરમિયાન કીવ શહેરમાં ફસાયેલા ચાર ભારતીય નાગરિકોએ ભારત સરકારને અપીલ કરી છે કે તેમને અહીંથી બહાર નીકળવામાં મદદ કરવામાં આવે.

મદદ માટે આજીજી

મદદ માટે આજીજી

એક વીડિયો સંદેશ દ્વારા કીવ શહેરમાં ફસાયેલા એક ભારતીય પરિવારે ભારત સરકારની મદદ માટે વિનંતી કરી છે. વીડિયો દ્વારા ભારતીય નાગરિકે કહ્યુ કે, અમે ચાર લોકોનો પરિવાર છીએ, મારુ નામ ડૉક્ટર રાજકુમાર સંતલાની છે, મારી પત્ની મયૂરી મોહનંદિની, દીકરી ગ્યાની રાજ સંતલાની અને મારો દીકરો પાર્થ સંતલાની અહીં ફસાયેલા છીએ. મારા દીકરાને ખૂબ જ તાવ છે અને અમે અહીંથી નીકળી શકતા નથી. તેમણે જણાવ્યુ કે ભારતીય દૂતાવાસથી લોકોએ ઘણી વાર અમારો સંપર્ક કર્યો પરંતુ તે અમારુ લોકેશન શોધી શક્યા નહિ.

અમને લેવા કોઈ ગાડી નથી આવી

રાજકુમારે જણાવ્યુ કે દૂતાવાસના લોકોએ કહ્યુ કે તે અમારા માટે ગાડી મોકલી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈ પણ ગાડી અમને લેવા માટે નથી આવી. મારા પડોશીઓએ કહ્યુ કે બાલકની પર ઉભા રહો તમારુ સમર્થન કરનાર રશિયન સેના આવી રહી છે. રશિયા અને યુક્રેનના લોકો પરસ્પર લડી રહ્યા છે. લોકો એકબીજા પર હુમલા કરી રહ્યા છે, ક્યારેક-ક્યારેક નાના બૉમ્બ પણ ફેંકે છે. આ લોકો અહીંના લોકોને લૂંટી રહ્યા છે.

કીવમાં લૂટ

કીવમાં લૂટ

યુક્રેનમાં સ્થિતિ ઘણી બદતર છે. ડૉક્ટર રાજકુમારે કહ્યુ કે મારા પડોશીઓ સાથે લૂટફાટ થઈ છે. અમુક લોકો તેમનો મોબાઈલ છીનવીને લઈ ગયા. અમારી પાસે અહીં હીટર પણ નથી. અહીં ખૂબ જ ઠંડી છે. મારા દીકરાને તાવ છે. અમને તત્કાલ મદદની જરુર છે. સંભવ હોય તો અમને કોઈ પણ સ્થિતિમાં અહીંથી કાઢો. કૃપા કરીને અમારી મદદ કરો, આભાર.

કીવથી ભારતીય દૂતાવાસ બહાર નીકળ્યુ

કીવથી ભારતીય દૂતાવાસ બહાર નીકળ્યુ

તમને જણાવી દઈએ કે ભારતીય દૂતાવાસે કીવમાં પોતાના મિશનને ખતમ કરી દીધુ છે. અહીંથી રાજનાયકોને પણ બોલાવી લેવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયનો સ્ટાફ પશ્ચિમી ભાગમાં જતો રહ્યો છે. સૂત્રો મુજબ સરકારે દાવો કર્યો છે કે કીવમાં હવે કોઈ પણ ભારતીય નાગરિક નથી. નોંધનીય વાત છે કે સરકારે ભારતીય નાગરિકોને કીવ શહેર છોડવા માટે કહ્યુ હતુ અને નજીકની બૉર્ડર પર જવા માટે કહ્યુ હતુ. સરકારે મંગળવારે કહ્યુ હતુ કે કીવમાં સ્થિતિ ઘણી ગંભીર છે માટે કોઈ પણ સ્થિતિમાં કીવ શહેરથી બહાર નીકળી જાવ.

ઑપરેશન ગંગા

ઑપરેશન ગંગા

ભારત પોતાના નાગરિકોને કાઢવા માટે ઑપરેશન ગંગા હેઠળ કૉમર્શિયલ વિમાનોનો જ નહિ પરંતુ ભારતીય વાયુસેનાનનો પણ સહારો લઈ રહ્યુ છે. ત્રણ દિવસમાં 26 વિમાનો દ્વારા યુક્રનમાં ફસાયેલા નાગરિકોને નજીકની બૉર્ડરથી ભારત લાવવામાં આવશે. આ લોકોને પડોશી દેશોમાંથી પાછા લાવવામાં આવશે. રિપોર્ટ મુજબ યુક્રેનમાં ભારતના કુલ 20 હજાર નાગરિક હતા જેમાંથી ઘણા નાગરિકોને પાછા લાવવામાં આવી ચૂક્યા છે.

English summary
Indian family stuck in Kyiv seeks help from Kyiv.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X