For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીલંકાઇ હદમાં આવશે તો ભારતી માછીમારોને ગોળી મારી દઇશું: શ્રીલંકાઇ PM

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 માર્ચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 માર્ચના રોજ શ્રીલંકાના પ્રવાસે જવાના છે અને અત્રે તેઓ શ્રીલંકાની સંસદને સંબોધિત પણ કરવાના છે. જોકે એ પહેલા ભારતીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજ કોલંબો પહોંચી ચૂક્યા છે. તેઓ બંને દેશોની વચ્ચે ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય વાર્તાના ત્રીજા દૌરમાં સામેલ થશે અને નરેન્દ્ર મોદીના પ્રવાસ માટે પૃષ્ઠભૂમિ તૈયાર કરશે. આ તમામની વચ્ચે શ્રીલંકાના વડાપ્રધાન રનિલ વિક્રમસિંઘે જણાવ્યું છે કે ભારતીય માછીમારો જો શ્રીલંકાની હદમાં આવી જાય અને તેમની પર ગોળીબાર કરવામાં આવે તો તે માનવાધિકારોનું ઉલ્લંઘન નથી.

ranil vikram singh
ભારતીય માછીમારો જો શ્રીલંકાઇ દરિયાની હદમાં આવે છે તો તેમની પર બળપ્રયોગ કરવામાં આવે તો તે યોગ્ય છે. રનિલે એક ખાનગી તમિલ ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે જો ભારતીય માછીમાર તેમના જળક્ષેત્રમાં આવે છે તો તેમને ગોળી મારી શકાય છે. રાનિલના આ નિવેદન પર વિવાદ સર્જાઇ ગયો છે. વિક્રમસિંઘે જણાવ્યું કે ઝાફનાના માછીમારોને માછલી પકડવાની આઝાદી મળવી જોઇએ. અમે તેમને માછલી પકડતા રોકી શકીએ છીએ, અહીં ભારતીય માછીમારો કેમ આવી જાય છે, માછીમારો માટે યોગ્ય બંદોબસ્તની જરૂરીયાત છે.

પરંતુ આ બંદોબસ્ત અમારા ઉત્તરી માછીમારોની આજીવિકાની કિંમત પર નહીં થાય. કાયદાનો ભંગ સાંખી લેવામાં નહીં આવે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને જણાવ્યું કે ભારત અને શ્રીલંકા આ ભાવનાત્મક મુદ્દાને માનવીય મુદ્દા તરીકે લઇ રહી રહ્યા છે. આ એવો મુદ્દો નથી કે જેનો તાત્કાલિક ઉપાય થઇ શકે પરંતુ અમે મિત્ર અને નૌવહન પડોસી તરીકે આ મુદ્દે કામ કરી રહી રહ્યા છીએ. વિદેશ મંત્રી સુષમા સ્વરાજની અત્રે શ્રીલંકાના નેતૃત્વની સાથે વાતચીત પહેલા તેમણે જણાવ્યું કે અમને શાંતિપૂર્ણ અને મિત્રતાપૂર્વક તેના સમાધાનની આશા છે.

English summary
Ahead of Prime Minister Narendra Modi’s visit here, Premier Ranil Wickramasinghe has stoked a controversy suggesting that Indian fishermen may be shot if they intruded into Sri Lankan waters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X