બ્રિટનમાં આતંકવાદ રેડ દરમિયાન ભારતીય મૂળની મહિલા બેંકરની ધરપકડ

Posted By:
Subscribe to Oneindia News

લંડન, 30 જાન્યુઆરી: લંડનમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી ઝુંબેશ હેઠળ બ્રિટેનમાં ભારતીય મૂળની એક મહિલા બેંકરની ધરપકડ કરવામાં આવી. મેટ્રોપોલિટન પોલીસના કાઉન્ટર ટેરરિઝમ કમાંડ દ્વારા રવિવારે મહિલા બેંકર કુંતલ પટેલના પૂર્વ લંડન સ્થિત આવાસ પર રેડ પાડવામાં આવી હતી.

કુંતલ પટેલ મેજિસ્ટ્રેટ મીના પટેલની પુત્રી છે જે પૂર્વી દિલ્હીમાં જ ટેમ્સ મેજિસ્ટ્રેટ કોર્ટની પીઠમાં બેસે છે. મેટ્રોપોલિટન પોલીસે એક નિવેદનમાં કહ્યું છે કે 36 વર્ષીય મહિલાને આતંકવાદ વિરોધી ઝુંબેશ અભિયાન હેઠળ એક ગુનામાં સંડોવાયેલી હોવાની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી છે.

arrest

અત્યાર સુધીની સ્થિતીમાં અમે વધુ જણાવવાની સ્થિતીમાં નથી. 20 વર્ષથી જાણતાં સ્થાનિક પાર્ષદ રોન મેનલે પટેલ પરિવારને એક ઇમાનદાર હિન્દુ પરિવાર ગણાવ્યો છે.

English summary
An Indian-origin woman banker has arrested in Britain as part of an ongoing anti-terrorism operation in London.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.