Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઇરાકમાં ફસાયેલા ભારતીય વર્કર્સના પાસપોર્ટ પર વિવાદ

iraq601
નવી દિલ્હી, 22 જૂન: ઇરાકમાં શિયા-સુન્ની વચ્ચે ચાલુ હિંસા અટકાવવાનું નામ લેતી જ નથી. આતંકી એક-એક કરીને ઇરાકના અલગ-અલગ શહેરો પર કબજો કરી રહ્યાં છે તો બીજી તરફ ઇરાકમાં ફસાયેલા ભારતીયની આંચમાં ભારતના લોકો દાઝી રહ્યાં છે. હજુસુધી ચરમપંથી સંગઠન આઇએસઆઇએસની પકડમાં ફસાયેલા 40 ભારતીયોની સુરક્ષાનો મુદ્દો સોલ્વ થયો નથી કે ઇરાકમાં હજારો ભારતીય વર્કર્સના પાર્સપોર્ટ તેમના માલિકોએ આપવાની મનાઇ કરી દિધી છે. કંપની માલિકો દ્વારા પાસપોર્ટ પરત ન આપવાના કારણે ઇન્ડિયન વર્કર્સ ત્યાં ફસાયેલા છે.

એમનેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર ઇરાકના નફજ પ્રાંતમાં હજારો ભારતીય વર્કર્સના પાસપોર્ટ તેમના માલિક આપી રહ્યાં નથી. એક પ્રેસ વિજ્ઞપ્તિ જાહેર કરી કરવામાં આવ્યું છે કે ઇરાકમાં લડાઇ તેજ થઇ રહી છે અને તેમાં ઇરાકની જનતાની સાથે ઇન્ડિયન વર્કર્સને પણ ખતરાનો સામનો કરવો પડી શકે છે.

આ મહત્વ આપનાર એમનેસ્ટીનો દાવો છે કે ઇરાકમાં ફસાયેલા ઇન્ડિયન વર્કર્સ સાથે પોતે ફોન પર તેમની સાથે વાત કરી આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે પાંચ મહિનાથી આ કંપનીએ વેતન આપ્યું નથી. પીડિતોનું કહેવું છે કે કંપનીએ તેમના પાસપોર્ટ પણ રાખી લીધા છે. એમનેસ્ટી સાથે વાત કરતાં આ વર્કર્સે જણાવ્યું હતું કે તે હિંસા ભડકવાના ડરથી કંપની પરિસરમાં જ સમાયેલ છે. વર્કર્સે આ અંગે બગદાદ સ્થિત ભારતીય દૂતાવાસનો પણ સંપર્ક સાધ્યો છે. દૂતાવાસે એક મોબાઇલ મેસેજના માધ્યમથી પાસપોર્ટનું વિવરણ મોકલવાની માંગ કરી છે.

કેટલાક ઇન્ડિયન વર્કર્સે એમનેસ્ટીને જણાવ્યું હતું કે સુરક્ષિત છે. તેમના એજન્ડાએ કહ્યું છે કે આઇએસઆઇએસનો ખતરો સામે આવતાં તેમને સુરક્ષિત જગ્યા પર મોકલામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X