ઈન્ડોનેશિયામાં 7.0 ની તીવ્રતાનો ભૂકંપ, દેશમાં સુનામીની ચેતવણી
ઈન્ડોનેશિયામાં રવિવારે લંબોક ટાપુમાં ઉત્તરી કિનારે 7.0 ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા છે ત્યારબાદ ઈન્ડોનેશિયા હવામાન વિજ્ઞાન એજન્સીએ સુનામીની ચેતવણી આપી છે.
ઈન્ડોનેશિયામાં રવિવારે લંબોક ટાપુમાં ઉત્તરી કિનારે 7.0 ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા છે ત્યારબાદ ઈન્ડોનેશિયા હવામાન વિજ્ઞાન એજન્સીએ સુનામીની ચેતવણી આપી છે. હવામાન વિભાગે પૂર્વ જાવા, ઉત્તરપૂર્વ મદુરા, દક્ષિણ કાલીમંતન, દક્ષિણ સુલાવેલીના ઉત્તરની તરફ, ઉત્તર લંબોક, પૂર્વી અને ઉત્તરી બાલીમાં સુનામીની ચેતવણી આપી છે. આ ભૂકંપથી હાલમાં કોઈ પણ પ્રકારના નુકશાનના સમાચાર નથી.

ઈન્ડોનેશિયામાં ગયા અઠવાડિયે જ ભૂકંપના ઝટકા લાગ્યા હતા. જેમાં 17 લોકોના મોત નીપજ્યા હતા. ઈન્ડોનેશઇયાના હવામાન વિજ્ઞાન, જળવાયુ વિજ્ઞાન અને ભૂ-ભૌતિક એજન્સી (બીએમકેજી) એ જણાવ્યુ કે ગયા અઠવાડિયે ભૂકંપ બાદ ચાર કલાકમાં ટાપુમાં 100 થી વધુ નાના નાના ભૂકંરના ઝટકા અનુભવાયા હતા.
ઈન્ડોનિશાયમાં ભૂકંપના ઝટકા બાદ ઘણા લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. બાલીથી મોડલ ક્રિસ્ટીન તેગેને ટ્વિટર પર ભૂકંપ બાદ પોસ્ટ કર્યુ, 'બાલી કાંપ્યુ'. વળી, બીજા એક વ્યક્તિએ લખ્યુ કે ભૂકંપથી આખુ બાલી હલી ગયુ છે. અમે આશા રાખીએ કે લંબોકમાં બધા સુરક્ષિત હશે.












Click it and Unblock the Notifications
