For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Iran and Taliban Forces Clash : ઈરાની સૈનિકો અને તાલિબાન લડવૈયાઓએ એકબીજા પર કર્યો ગોળીબાર

અફઘાનિસ્તાન-ઈરાન સરહદ પર ઈરાની સૈનિકો અને તાલિબાન લડવૈયાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જો કે કોઈના મોતના સમાચાર નથી. અથડામણ બાદ એવું કહેવામાં આવ્યું હતું કે, 'ગેરસમજ'ના કારણે આવું થયું હતું.

|
Google Oneindia Gujarati News

અફઘાનિસ્તાન-ઈરાન સરહદ પર ઈરાની સૈનિકો અને તાલિબાન લડવૈયાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જો કે કોઈના મોતના સમાચાર નથી. અથડામણ બાદ એવું કહેવામાં આવ્યું હતું કે, 'ગેરસમજ'ના કારણે આવું થયું હતું. આ ઘટનાના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તાલિબાન લડવૈયાઓ હથિયારો સાથે જોવા મળે છે. તેમની વચ્ચે ગોળીબાર પણ થયો છે. તાલિબાનને જવાબ આપતા ઈરાન તરફથી શેલ છોડવામાં આવ્યા હતા.

અફઘાનિસ્તાનની સરહદ નજીક ઈરાનના પ્રદેશમાં દિવાલો ઊભી કરાઇ

અફઘાનિસ્તાનની સરહદ નજીક ઈરાનના પ્રદેશમાં દિવાલો ઊભી કરાઇ

ઈરાનની સમાચાર એજન્સી તસ્નીમે પુષ્ટિ કરી છે કે, આ લડાઈ હિરમંડ કાઉન્ટીના શખાલક ગામમાં થઈ હતી. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ સાથેજોડાયેલી તસ્નીમ એજન્સીએ જણાવ્યું હતું કે, દાણચોરીનો સામનો કરવા માટે અફઘાનિસ્તાન સાથેની સરહદ નજીક ઈરાનના પ્રદેશમાં દિવાલો ઊભી કરવામાં આવી છે.

અહેવાલમાં જણાવાયું છે કે, કેટલાક ઈરાની ખેડૂતોએ દીવાલ ઓળંગી હતી, પરંતુ તેઓ હજૂ પણ ઈરાનની સરહદોની અંદર હત, પરંતુ તાલિબાન દળોને લાગ્યું કે, ખેડૂતોતેમના વિસ્તારમાં આવી ગયા છે, જેના કારણે તેઓએ ગોળીબાર શરૂ કર્યો હતો.

તાલિબાન સાથે વાતચીત

ઈરાનના અધિકારીઓએ આ મામલે તાલિબાન સાથે વાતચીત કરી છે, જે બાદ લડાઈ સમાપ્ત થઈ ગઈ છે. જે બાદમાં બુધવારના રોજ ઈરાનના વિદેશ મંત્રાલયનાપ્રવક્તા સઈદ ખતીબઝાદેહે તાલિબાનનું નામ લીધા વિના એક નિવેદનમાં કહ્યું હતું કે "સરહદ વિસ્તારોમાં રહેતા લોકોમાં ગેરસમજણો" ને કારણે લડાઈ થઈ હતી.

એકવીડિયો કથિત રીતે તાલિબાન દળોને ઈરાનના પ્રદેશની અંદર બતાવે છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, તાલિબાન લડવૈયાઓએ ઘણી ચોકીઓ કબ્જે કરી લીધી છે. જો કે, તસ્નીમે આ દાવાને ફગાવી દીધો છે.

ઈરાનને કબ્જાના દાવા ફગાવ્યા

ઈરાન તરફથી કહેવામાં આવ્યું છે કે, સરહદી વિસ્તારના વીડિયોમાં લડાઈના પ્રારંભિક ભાગો દેખાઈ રહ્યા છે અને હવે દેશની સરહદ પર સુરક્ષા દળોનો સંપૂર્ણ નિયંત્રણછે.

IRGC સાથે જોડાયેલી અન્ય એક ન્યૂઝ વેબસાઈટએ જણાવ્યું કે, લડાઈને કારણે કોઈનું મોત થયું નથી અને હવે અહીં સંપૂર્ણ શાંતિ છે.

સિસ્તાન અનેબલૂચિસ્તાનના ગવર્નરના સુરક્ષા નાયબ મોહમ્મદ મરાશીએ ઈરાનના સરકારી ટેલિવિઝનને જણાવ્યું હતું કે, અથડામણ ગંભીર વિદેશી દળોની હકાલપટ્ટી બાદ તાલિબાને ઓગસ્ટમાં અફઘાનિસ્તાન પર કબ્જો મેળવ્યો હતો. ઈરાને તાલિબાન સરકારને સત્તાવારરીતે માન્યતા આપી નથી.

English summary
Iran and Taliban forces clash: Iranian soldiers and Taliban fighters firing at each other.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X