For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇરાનઃ રાજધાની તેહરાનની મેડિકલ ક્લીનિકમાં ધમાકો, 19ના મોત, કેટલાય ઘાયલ

ઇરાનઃ રાજધાની તેહરાનની મેડિકલ ક્લીનિકમાં ધમાકો, 19ના મોત, કેટલાય ઘાયલ

|
Google Oneindia Gujarati News

તેહરાનઃ ઇરાનના ઉત્તરી તેહરાનમાં એક મેડિકલ ક્લિનિકમાં થયેલ વિસ્ફોટમાં ઓછામા ઓછા 19 લોકો મૃત્યુ પામ્યા હોવાના અહવાલ ચે અને કેટલાય લોકો ઘાયલ જણાવવામા આવી રહ્યા છે, ઇરાની સરકારી ચેનલના અહેવાલ મુજબ ઈરાનની રાજધાનીમાં એક મેડિકલ ક્લિનિકમાં મંગળવારે રાતે આગ લાગી ગઇ હતી જેના લપેટામાં આવવાથી 19 લોકોના મોત થયાં, સ્થાનિક મીડિયા મુજબ આ ઘટના ગેસ કેપ્સ્યૂલ વિસ્ફોટ થવાના કારણે બની છે આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમા અફરા તફરીનો માહોલ છે.

ઇરાનમાં વિસ્ફોટ

ઇરાનમાં વિસ્ફોટ

વિસ્ફોટમાં મરનાર લોકોમાં 15 મહિલાઓ સામેલ છે, હાલ ફાયર ફાયટર વિભાગના જલાલ મલેકીએ કહ્યું કે આગ લાગવાના કારણો વિશે જાણવાની કોશિશ કરવામા આવી રહી છે, ઘાયલોન હોસ્પિટલે દાખળ કરવામા આવ્યા છે, જણાવી દઇએ કે જે સમયે વિસ્ફોટ થયો તે સમયે ક્લિનિકમાં 25 કર્મચારી હતા. પ્રત્યક્ષદર્શીઓ મુજબ ક્લિનિકના ભોંયરામાં રાખેલ ગેસ કંટેનરમાં આગ લાગવાના કારણે વિસ્ફોટ થયો.

આસપાસના વિસ્તારોમાં પણ નુકસાન પહોંચ્યું

આસપાસના વિસ્તારોમાં પણ નુકસાન પહોંચ્યું

આગ લાગવાના કારણે આજુબાજુમાં આવેલી ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું છે. જણાવી દઇએ કે ગત શુક્રવારે તેહરાનના એક સૈન્ય પરિસર પાસે વિસ્ફોટ થયો હતો, એક ટનલમાં આ ધમાકો થયો હતો, જે વિશે કહેવામા આવ્યું હતું કે આ ટનલમાં ઇરાની ગુપ્ત રૂપે મિસાઇલ તૈયાર કરે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ અરેસ્ટ વોરન્ટ જાહેર કર્યું

ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ અરેસ્ટ વોરન્ટ જાહેર કર્યું

જણાવી દઇએ કે ઇરાન અને અમેરિકા વચ્ચે તણાવ ચાલુ છે, બે દિવસ પહેલા જ ઇરાની સરકારે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ અરેસ્ટ વોરન્ટ જાહેર કર્યું હતું. ઇરાનના શીર્ષ કામંડર કાસિમ સુલેમાનીનું આ વર્ષ જાન્યુઆરીમાં મોત થયું હતું, જે બાદ ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ અરેસ્ટ વોરન્ટ જાહેર કર્યું છે. જાણકારી મુજબ તહરાને આના માટે ઇન્ટરપોલની મદદ પણ માંગી છે. તેહરાનના અટર્ની જનરલ અલી અલગાસી મેહરે ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય 35 લોકોને સુલેમાનીના મોતનો આરોપી ઠહરાવતા હત્યા અને આતંકવાદનો કેસ નોંધ્યો છે. તેમણે કહ્યું કે અમે ઇન્ટરપોલને રેડ નોટિસ જાહેર કરવા કહ્યું છે, જણાવી દઇએ કે કોઇની ધરપકડ કરવા માટે ઇન્ટરપોલ દ્વારા જાહેર કરાયેલ આ શીર્ષ નોટિસ છે.

દેશભરમાં આજે Unlock 2ની શરૂઆત, જાણો જરૂરી વાતોદેશભરમાં આજે Unlock 2ની શરૂઆત, જાણો જરૂરી વાતો

English summary
Iran: Blast at Tehran's medical clinic kills 19, injures several
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X