For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈરાકઃ બગદાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રોકેટથી હુમલો, 8ના મોત

ઈરાકઃ બગદાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રોકેટથી હુમલો, 8ના મોત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઈરાકમાં બગદાદ એરપોર્ટ પર રોકેટથી હુમલો થયો છે, જેમાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ મળ્યા છે. જાણકારી મુજબ બગદાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર થયેલ હુમલામાં ઈરાકી સંસદના જૂથ અને બે મહત્વના સભ્યોના મોત થયાં છે. પોપ્યુલર મોબિલાઈઝેશન ફોર્સિસના સૂત્રો મુજબ રોકેટ હુમલામાં બે ગાડી ધ્વસ્ત થઈ ગઈ છે જેમાં બે ઉચ્ચ સ્તરીય લોકો સવાર હતા. ઈરાકના સ્ટેટ ટીવી મુજબ ઈરાન કમાંડર કાસિમ સુલેમાની બગદાદનું હુમલામાં મોત થઈ ગયું છે. આ ઉપરાંત ઈરાકના હશીદ અલ શાબી મિલિટ્રી ફોર્સના ડેપ્યૂટી હેડનું હુમલામાં મોત થયું છે. માનવામાં આવી રહ્યું છે કે આ સુનિયોજિત હુમલો છે, પીએમએફ સૂત્રોનું માનવું છે કે સંભવતઃ અમેરિકાએ હુમલો કર્યો છે.

bagdad

સૂત્રો મુજબ હુમલામા પેરામિલેટ્રી ગ્રુપના વરિષ્ઠ અધિકારીનું મોત થયું હોવાના અહેવાલ છે. આ હુમલામાં રોકેટે પોપ્યુલર મોબિલાઈઝેશન ફ્રોસિસના બે વાહનોને નિશાન બનાવ્યું હતું. પ્રોટોકોલના હેડ અને કેટલાક મહત્વના લોકો એરપોર્ટથી બહાર જઈ રહ્યા હતા તેમની ગાડીને રોકેટથી ટાર્ગેટ કરવામા આવી. જો કે હજુ સુધી કોઈએપણ આ હુમલાની સત્તાવાર જવાબદારી સ્વીકારી નથી.

હુમલાની ઠીક બાદ ઈરાકની સિક્યોરિટી મીડિયા સેલે આ વાતની જાણખારી શેર કરી હતી જેમાં કહેવામાં આવ્યું કે ઓછામાં ઓછા ત્રણ કત્યૂશા રોકેટ એપોર્ટ પર સ્થિત કાર્ગો હૉલ પાસે આવીને પડ્યા. નજરે જોનારાઓ મુજબ તેમણે સાયરનનો અવાજ સાંભળ્યો અને હુમલા બાદ ત્યાં કેટલાય હેલિકોપ્ટર દેખાયા. હુમલા બાદ આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે બગદાદમાં અણેરિકી દૂતાવાસ પર ઈરાનથી સમર્થન પ્રાપ્ત મિલિટીયાએ નવા વર્ષની પૂર્વ સંખ્યાએ હુમલો કરી દીધો હતો, જે બાદ અમેરિકા અને ઈરાક વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો.

આજથી CAA પર ભાજપનુ જનજાગરણ અભિયાન, જેપી નડ્ડા ગુજરાતથી કરશે શરૂઆતઆજથી CAA પર ભાજપનુ જનજાગરણ અભિયાન, જેપી નડ્ડા ગુજરાતથી કરશે શરૂઆત

English summary
Iraq: Rocket attack on Baghdad International Airport, 8 killed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X