For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ખરેખર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કોઈ સિક્રેટ ડોટર છે?

રાષ્ટ્રપતિ પુતિન વડાપ્રધાન મોદીને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ S 400નું મોડલ ભેટ આપવાના છે. બંને દેશો વચ્ચે ઘણા મોટા કરારો પર હસ્તાક્ષર થવાના છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : આ સમયે સમગ્ર વિશ્વની નજર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને નરેન્દ્ર મોદીની મુલાકાત પર છે. રાષ્ટ્રપતિ પુતિન વડાપ્રધાન મોદીને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ S 400નું મોડલ ભેટ આપવાના છે. બંને દેશો વચ્ચે ઘણા મોટા કરારો પર હસ્તાક્ષર થવાના છે. જો આપણે રાજકારણ અને વિદેશ નીતિથી પર નજર કરીએ તો, પુતિન અને મોદી વિશ્વની બે લોકપ્રિય વ્યક્તિઓમાં શામેલ છે, તેથી તેમની મુલાકાતના સમાચાર પણ સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે.

પુતિને લ્યુડમિલા શ્ક્રેબેનેવા સાથે કર્યા હતા લગ્ન

પુતિને લ્યુડમિલા શ્ક્રેબેનેવા સાથે કર્યા હતા લગ્ન

ઉલ્લેખનીય બાબત છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમની અંગત જીવનને કારણે પણ ઘણીવાર સમાચારમાં રહે છે. જો કે તે પોતાના અંગત જીવનનેઅંગત રાખવાની ઘણી કોશિશ કરે છે, પરંતુ આ શક્ય નથી. તેઓ પોતાની ફિટનેસ માટે પણ લોકપ્રિય છે.

પુતિન ઘોડેસવારી, સ્વિમિંગ અને કસરતના ખૂબ શોખીન છે,સ્વિમિંગ અથવા રાઇડિંગ કરતી વખતે તેમની તસવીરો અને વીડિયો વારંવાર વાયરલ થાય છે. પુતિને લ્યુડમિલા શ્ક્રેબેનેવા નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા, જેમનાથીતેમને બે પુત્રીઓ, મારિયા અને કેટરિના હતી.

ફ્લાઇટ એટેન્ડન્ટ હતી લ્યુડમિલા એરોફ્લોટની

ફ્લાઇટ એટેન્ડન્ટ હતી લ્યુડમિલા એરોફ્લોટની

લ્યુડમિલા પહેલા એરોફ્લોટ ફ્લાઇટ એટેન્ડન્ટ હતી, પુતિન તેમના લગ્ન સમયે કેજીબી એજન્ટ હતા. બંને સુખી જીવન જીવી રહ્યા હતા. પુતિન 2000માં રશિયાનારાષ્ટ્રપતિ બન્યા હતા, પરંતુ તેમની પત્ની તેમના વિદેશ પ્રવાસ અને કાર્યક્રમોમાં જોવા મળી ન હતી.

વર્ષ 2013માં બંને અલગ થઈ ગયા હતા, પરંતુ આજ સુધી તેમનાઅલગ થવાનું કારણ જાણી શકાયું નથી. પત્નીથી છૂટાછેડા બાદ વ્લાદિમીર પુતિનનું નામ ઘણી યુવતીઓ સાથે જોડાયેલું છે.

જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે, પુતિનઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનારી જિમ્નાસ્ટ એલિના કાબેવાને પણ ડેટ કરી ચૂક્યા છે, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે, પુતિનું સ્વેત્લાના ક્રિવોનોગીખ સાથે અફેર હતું,જેણે તેમના ઘરમાં કામ કરીને લાંબો સમય વિતાવ્યો હતો.

પુતિનને બે દીકરીઓ છે, જે મીડિયાથી રહે છે દૂર

પુતિનને બે દીકરીઓ છે, જે મીડિયાથી રહે છે દૂર

જો કે, બંને તરફથી જાહેરમાં આ અંગે ક્યારેય કંઈ કહેવામાં આવ્યું નથી. પુતિનની બંને દીકરીઓ પણ મીડિયાથી દૂર રહે છે. તેની મોટી પુત્રી મારિયા રશિયામાં રહે છે.

જ્યારે એક જીવવિજ્ઞાની અને સંશોધક છે, તો તેની બીજી પુત્રી કેટરિના એક્રોબેટ ડાન્સર છે. રશિયન મીડિયા અનુસાર તેણીએ રશિયાની બેંક રોસિયાના માલિકના પુત્રસાથે લગ્ન કર્યા છે અને તે લગભગ 1.7 બિલિયન ડોલરની સંપત્તિની માલિક છે.

સિક્રેટ ડોટર

સિક્રેટ ડોટર

જો કે, પુતિન વિશે એવું કહેવામાં આવે છે કે, તેમની એક 'સિક્રેટ ડોટર' પણ છે, જેનું નામ એલિઝાવેટા છે. તે પુતિન અને તેની કથિત ગર્લફ્રેન્ડ સ્વેત્લાના ક્રિવોનોગીખનીપુત્રી છે.

જો કે, પુતિનના પ્રવક્તાએ આ વાતને નકારી કાઢી છે. ગયા વર્ષે એક રશિયન મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પુતિનનું 45 વર્ષીય મહિલાસફાઈ કામદાર સ્વેત્લાના ક્રિવોનોગીખ સાથે અફેર હતું.

હવે આ મહિલા 700 કરોડથી વધુની માલિક બની ગઈ છે. હાલમાં એલિઝાવેટા રશિયન મીડિયામાં પુતિનની'સિક્રેટ ડોટર' તરીકે જાણીતી છે.

English summary
Is there really a secret daughter of Russian President Vladimir Putin?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X