For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Kabul Airport Blast માં ISIS Kનો હાથ, તાલિબાન સાથે તેનું જોડાણ છે : અમરૂલ્લાહ સાલેહ

કાબુલ એરપોર્ટ નજીક ગુરુવારના રોજ બે આત્મઘાતી હુમલાખોરો અને બંદૂકધારીઓના ટોળાના હુમલામાં 60થી વધુ લોકો માર્યા ગયા હતા અને 200થી વધુ ઘાયલ થયા હતા.

|
Google Oneindia Gujarati News

Kabul Airport Blast : કાબુલ એરપોર્ટ નજીક ગુરુવારના રોજ બે આત્મઘાતી હુમલાખોરો અને બંદૂકધારીઓના ટોળાના હુમલામાં 60થી વધુ લોકો માર્યા ગયા હતા અને 200થી વધુ ઘાયલ થયા હતા. પેન્ટાગોને જણાવ્યું હતું કે, કાબુલ એરપોર્ટની બહાર થયેલા હુમલામાં 13 અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા અને 18 અન્ય ઘાયલ થયા હતા, જ્યારે અફઘાનિસ્તાનના સ્વ ઘોષિત કાર્યકારી રાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે તાલિબાનના ખોરાસન જૂથ સાથે સંબંધ હોવાનો દાવો કર્યો છે.

Amrullah Saleh

અમરૂલ્લાહ સાલેહે આ અંગે એક ટ્વીટ કર્યું છે કે 'ISIS-Kના મૂળમાં તાલિબાન છે અને તેઓ આ હુમલા માટે જવાબદાર છે. તાલિબાનોએ તેમના આકાઓ પાસેથી સારા પાઠ શીખ્યા છે, પરંતુ તાલિબાને આઇએસઆઇએસ સાથેના તેમના સંબંધો નકારી દીધા છે, આ પહેલા તાલિબાને ક્વેટા શુરા પર પાકિસ્તાનની લિંકને નકારી દીધી હતી. અમારી પાસે રહેલા દરેક પૂરાવા દર્શાવે છે કે, ISISનું ખોરાસન જૂથ તાલિબાન અને હક્કાની નેટવર્ક સાથે જોડાણ ધરાવે છે.

Amrullah Saleh

ઉલ્લેખનીય છે કે, તાલિબાન સામે ક્યારેય ન ઝૂકવાની પ્રતિજ્ઞા લેનારા અમરૂલ્લાહ સાલેહે 17 ઓગસ્ટની સાંજે પોતાને અફઘાનિસ્તાનના કાર્યકારી પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા. આ સાથે ટ્વિટ કર્યું હતું કે, દેશના બંધારણ મુજબ રાષ્ટ્રપતિની ગેરહાજરી, પલાયન, રાજીનામું કે મૃત્યુના કિસ્સામાં FVP કાર્યકારી પ્રમુખ બને છે. હું હાલમાં મારા દેશની અંદર છું અને કાયદેસર રીતે કાર્યકારી રાષ્ટ્રપતિ છું. તેમને કોઈ પણ સંજોગોમાં તાલિબાન આતંકવાદીઓ સામે ઝૂકશે નહીં.

ISIS K એટલે કે ISIS ખોરાસન ગ્રુપ શું છે?

વર્ષ 2012માં કેટલાક લડવૈયાઓએ ખોરાસન વિસ્તારમાં ઈરાન, તુર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાનની સરહદ પર એક સંગઠન બનાવ્યું હતું, જે આઝાદીના નામે હુમલો કરતા હતા અને બે વર્ષમાં આતંકનો પર્યાય બની ગયા હતા. વર્ષ 2014માં આ સંગઠન ISIS સાથે ભળી ગયું અને તેનું નામ ISIS K એટલે કે ખોરાસન જૂથ હતું, જે હાલમાં ખૂબ જ ખતરનાક સંગઠનોમાંથી એક છે, તેનું દક્ષિણ એશિયામાં મોટું નેટવર્ક છે.

English summary
More than 60 people were killed and more than 200 injured in two suicide bombers and a mob attack near Kabul airport on Thursday. In this regard, the self-proclaimed acting president of Afghanistan, Amarullah Saleh, has
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X