આ સુંદર મહિલા પર છે 10 લાખ ડોલરનું ઇનામ, જાણો કેમ?

Posted By:
Subscribe to Oneindia News

દુનિયાના સૌથી ખતરનાક આતંકી સંગઠન આઇએસઆઇએસની વિરુદ્ધ લડતી એક મહિલાને મારવા માટે 10 લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું છે. આ કુર્દિશ મહિલાનું નામ જોઆના પાલાની છે. પ્રાપ્ત જાણકારી મુજબ સીરીયા-ઇરાકમાં લડતી કુર્દિશ મહિલા જોઆના પાલાનીને આઇએસઆઇએસ વિરુદ્ધ સીરિયા અને ઇરાકમાં લડાઇ લડી હતી.

joana

આ દરમિયાન તેને અનેક આઇએસઆઇએસ યુવકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ જ કારણે આઇએસઆઇએસએ તેની પર મોટા ઇનામની જાહેરાત કરી છે. 23 વર્ષીય, જોઆના પાલાનીએ 2014માં પોતાની કોલેજ છોડી સીરિયા અને ઇરાકમાં આઇએસઆઇએસ વિરુદ્ધની લડાઇમાં જોડાઇ હતી.

હાલ તો આ મહિલાને ઇન્ડિપેડેન્ટમાં છપાયેલી ખબર મુજબ જેલમાં બંધ કરવામાં આવી છે. અને તેમની પર કેસ ચાલી રહ્યો છે. જો આ કેસના આરોપો સાબિત થશે તો તેને બે વર્ષની સજા કરવામાં આવશે. મૂળ ડેનમાર્કની આ મહિલાની એકફેસબુક પોસ્ટ મુજબ તે લોકતંત્ર અને મહિલા અધિકારો માટે લડવા માંગતી હતી.

ત્યારે આલ તો અલ અરબિયાના રિપોર્ટ મુજબ આઇએસઆઇએસના વિભન્ન સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અલગ અલગ ભાષામાં પલાનીને મારવા માટે જાહેરાત કરવામાં આવી છે.

English summary
ISIS Offers 1 Million $ For Head Of Kurdish Woman Who Fought Them In Syria, Iraq.
Please Wait while comments are loading...