ISISનો સૌથી ખતરનાક અને નંબર 2 આંતકી અલ અદનાનીને મારી નખાયો

ઇસ્લામિક સંગઠન આઇએસઆઇના પ્રવક્તા અબુ મોહમ્મદ અલ અદનાની સીરિયામાં માર્યો ગયો છે. આઇએસઆઇએસમાં અબુ બક્ર અલ બગદાદી પછી તે તાકતવાર લીડર હતો. આઇએસઆઇએસના પોતે તેના મોતની પૃષ્ટિ જાહેરાત કરીને કરી છે.

સીરિયામાં મોત
આઇએસના વિષે સૂચના આપતી અમાક ન્યૂઝ એજન્સી મુજબ સીરિયાના એલપ્પો શહેરમાં અબુ મોહમ્મદ અલ અદનાનીની મોત થઇ ગઇ છે. એજન્સી મુજબ સીરિયામાં ચાલી રહેલા સૈન્ય અભિયાન સામે આઇએસઆઇએસના મિશન પર જ્યારે અલ અદનાની હતો ત્યારે તેની મોત થઇ ગઇ હતી.

isis

યુરોપના હુમલાનો સુત્રધાર
અદનાનીના વિષે કહેવાય છે કે યુરોપ અને અન્ય જગ્યાઓ પર થયેલા મોટા હુમલાનો તે મુખ્ય સુત્રધાર હતો. મેં મહિનામાં આપેલા પોતાના સંદેશમાં અદનાનીએ મુસ્લિમોને યુરોપ અને પશ્ચિમી દેશોમાં હુમલા કરવાની અપીલ કરી હતી. અદનાની પર અમેરિકાએ 50 લાખ ડોલરનું ઇનામ રાખ્યું હતું.

આઇએસઆઇએસને મોટો ઝટકો
અદનાનીની મોતથી આઇએસઆઇએસને મોટા પાયે નુક્શાન થયું છે. તે બગદાદીનો ડાબા હાથ સમાન અને સૌથી ખતરનાક આતંકી હતો. અદનાનીનો જન્મ 1977માં સિરીયાના બનાશ શહેરમાં થયો હતો. અને 2003માં ઇરાક હુમલા પછી તેણે અમેરિકી સૈનિકોની હાજરીનો વિરોધ કર્યો હતો. તે આઇએસઆઇએસમાં શરૂઆતના દિવસોથી જોડાયેલો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X