For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CPECના નામ પર ચીન બનાવી રહ્યું છે સીક્રેટ ફાયટર એરક્રાફ્ટ, પાકિસ્તાને કર્યું ખંડન

CPECના નામ પર ચીન બનાવી રહ્યું છે સીક્રેટ ફાયટર એરક્રાફ્ટ

|
Google Oneindia Gujarati News

ઈસ્લામાબાદઃ અમેરિકાનો દાવો છે કે CPEC(ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર) દ્વારા પાકિસ્તાનમાં ચીન સીક્રેટ ફાયટર જેટ બનાવવાની યોજના કરી રહ્યું છે. જો કે, પાકિસ્તાને અમેરિકાના આ દાવને ફગાવી દીધો છે. પાકિસ્તાને કહ્યું કે સીપેકનો ઉદ્દેશ્ય કોઈપણ બાહરી દેશની સીક્રેટ યોજનાને લઈને નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈજલે ગુરુવારે ઈસ્લામાબાદ મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે પાકિસ્તાનમાં ફાયટર જેટ અને અન્ય મિલેટ્રી હાર્ડવેર બનાવવા જેવી કોઈ સીક્રેટ યોજના નથી.

જે-17 થંડર ફાયટર જેટ

જે-17 થંડર ફાયટર જેટ

રિપોર્ટ્સ મુજબ ચીન અને પાકિસ્તાન સંયુક્ત રૂપે એક સિંગલ મલ્ટી રોલ જે-17 થંડર ફાયટર જેટ બનાવી રહ્યું છે. પાકિસ્તાન પોતાના મિત્ર દેશ ચીનની નવી ટેક્નોલોજી વાળા ફાયટર જેટ્સ પર માત્ર નજર જ નથી રાખ્યું રહ્યું, બલકે તે મેળવવા માટે દિલચસ્પી પણ દેખાડી રહ્યું છે.

રિપોર્ટમાં દાવો

રિપોર્ટમાં દાવો

ન્યૂયોર્ક ટાઈમ્સે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે પાકિસ્તાની વાયુ સેના અને ચીની અધિકારી એક સીક્રેટ પ્રપોઝલને અંતિમ રૂપ આપી રહ્યા હતા. જો કે પાછલા અઠવાડિયે ચીને આ દાવાને સંપૂર્ણ રીતે ફગાવી દીધો હતો. જ્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ હ્યું કે આ પ્રોજેક્ટ પાકિસ્તાન અને ચીન વચ્ચે એક ઈકોનોમિક પ્રોજેક્ટ છે.

દ્વિપક્ષીય ઈકોનોમિક પ્રોજેક્ટ છે

દ્વિપક્ષીય ઈકોનોમિક પ્રોજેક્ટ છે

પોતાના સીપેક વિશે બોલતાં તેમણે કહ્યું કે આનાથી પાકિસ્તાનને પોતાની અર્થવ્યવસ્થામાં સુધારો કરવાની મદદ મળી છે. ખાસ કરીને ઉર્જા અને પાયાના માળખાંના ક્ષેત્રોમાં આ અંતર્ગત સુધારો થયો છે. પાકિસ્તાન અખબાર મુજબ તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ એક દ્વિપક્ષીય ઈકોનોમિક પ્રોજેક્ટ છે, જે કોઈપણ દેશની વિરુદ્ધમાં નથી.

જમ્મૂ-કાશ્મીરમાં ચૂંટણી કરાવવા માટે કેન્દ્ર સરકાર તૈયારઃ રાજનાથ સિંહજમ્મૂ-કાશ્મીરમાં ચૂંટણી કરાવવા માટે કેન્દ્ર સરકાર તૈયારઃ રાજનાથ સિંહ

English summary
Islamabad Denies US Report On China's Secret Plan To Build Jets In Pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X