Israel Hamas War: ઈઝરાયેલના ખતરનાક હવાઈ હુમલાથી ડર્યુ હમાસ, બધા બંધકોને છોડવા તૈયાર, રાખી આ શરત
Israel Hamas War: હમાસે 7 ઑક્ટોબરે ઇઝરાયેલ પર હુમલો કર્યો અને સેંકડો લોકોને મારી નાખ્યા. આ સાથે અનેક લોકોને બંધક બનાવ્યા હતા. ઈઝરાયેલે હવે હમાસને નષ્ટ કરવાનો સંકલ્પ લીધો છે અને હમાસે તમામ બંધકોને શરતી મુક્ત કરવાની ઓફર કરી છે.
તેણે કહ્યું કે જો ઈઝરાયેલ બોમ્બમારો બંધ કરશે તો અમે તમામ બંધકોને મુક્ત કરી દઈશું. એનબીસી ન્યૂઝના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે હમાસના એક વરિષ્ઠ અધિકારીએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે જો ઈઝરાયેલ ગાઝા પર બૉમ્બમારો બંધ કરે તો તમામ બંધકોને તરત જ મુક્ત કરવામાં આવશે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જો ઇઝરાયલી દળો ગાઝા પટ્ટીમાં તેમના સૈન્ય હુમલાઓ બંધ કરે તો હમાસના અધિકારી એક કલાકની અંદર તમામ બંધકોને મુક્ત કરવા માટે તૈયાર છે. હમાસ તરફથી આ ઓફર ઈઝરાયેલે એક હૉસ્પિટલને નિશાન બનાવી તેના પર હવાઈ હુમલો કર્યા બાદ આવી છે. આ હુમલામાં 500 લોકો માર્યા ગયા હતા. આ પછી હમાસે ઈઝરાયલને એર સ્ટ્રાઈક રોકવાની ઓફર કરી છે.
મંગળવારે ગાઝા સિટીની હૉસ્પિટલ પર ઇઝરાયેલી હવાઈ હુમલામાં 500 લોકો માર્યા ગયા, આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું. યુનાઈટેડ નેશન્સે કહ્યું કે ઈઝરાયલે આશ્રયસ્થાન તરીકે ઉપયોગમાં લેવાતી શાળાને પણ નિશાન બનાવી. ગાઝા સુરક્ષા વડાએ અલ-જઝીરા ટેલિવિઝન પર જણાવ્યું હતું કે અલ-અહલી અલ-અરબી હૉસ્પિટલમાં 300 થી વધુ લોકો માર્યા ગયા હતા. ગાઝાના આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે ઓછામાં ઓછા 500 લોકો માર્યા ગયા અને ઘણા વધુ ઘાયલ થયા.












Click it and Unblock the Notifications
