Israel-Iran Conflict : ઈરાનની સેના કેટલી તાકતવર? જાણો ઇઝરાયેલ પર હુમલો કર્યો તો શું સ્થિતી સર્જાશે?
Israel-Iran Conflict : ઇઝરાયેલે ગાઝામાં નરસંહાર કર્યા બાદ મિડલ ઈસ્ટમાં સતત તણાવનો માહોલ છે. ઈરાનમાં હમાસના નેતાઓની હત્યા બાગ હવે ઈરાન પણ યુદ્ધની તૈયારી કરી રહ્યું છે.
મધ્ય પૂર્વમાં સંઘર્ષ વચ્ચે ગમે ત્યારે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ થઈ શકે છે. જો આવું થાય તો નફા અને નુકસાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ અનુસાર, 2022-2023માં ઈરાનનું સંરક્ષણ બજેટ $7.4 બિલિયન ડોલર હતું. જ્યારે ઈઝરાયેલનું સંરક્ષણ બજેટ લગભગ 19 બિલિયન ડોલર છે.
જીડીપીની સરખામણીએ ઈઝરાયેલનું સંરક્ષણ બજેટ ઈરાન કરતા બમણું છે. આ સ્થિતિમાં તે સૈન્ય ક્ષમતાઓને પણ અસર કરે તે સ્વાભાવિક છે. ઈઝરાયેલ પાસે લગભગ 350 ફાઈટર પ્લેન, એફ-15 પ્લેન, સ્ટીલ્થ એટેક એફ-35 ફાઈટર પ્લેન, ફાસ્ટ એટેક હેલિકોપ્ટર છે.
બીજી તરફ ઈરાન પાસે પણ 320 ફાઈટર એરક્રાફ્ટ છે. તેની પાસે F-4S, F-5S અને F-14S જેવા એરક્રાફ્ટ છે. ઈઝરાયેલ પાસે અદ્યતન ટેકનોલોજી છે અને ઈરાન હજુ પણ તેની કેટલીક જૂની ટેક્નોલોજી પર નિર્ભર છે.
મુખ્ય સંરક્ષણની વાત આવે ત્યારે ઇઝરાયેલ પાસે આર્યન ડોમ વિશ્વના ટોચના ઇન્ટરસેપ્ટર્સમાંથી એક છે. આયર્ન ડોમની ક્ષમતાનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકો છો કે તેણે ગાઝા યુદ્ધ બાદથી ઈરાન દ્વારા છોડવામાં આવેલી 300 થી વધુ મિસાઈલોને નિષ્ફળ બનાવી છે.
આમાં ઈરાનના એટેક ડ્રોન પણ સામેલ હતા. ઈરાનની સંરક્ષણ પ્રણાલી મજબૂત છે પરંતુ હાલમાં તે આયર્ન ડોમની સરખામણીમાં નબળી છે. ઈરાની નૌકાદળનું હજુ આધુનિકીકરણ થયું નથી. સૈનિકોની સંખ્યામાં ઈરાન આગળ છે. ઈરાની સૈનિકોની સંખ્યા ઈઝરાયેલના સૈનિકો કરતા છ ગણી વધારે છે. ઈરાનની સેનામાં છ લાખ સક્રિય સૈનિકો છે, જ્યારે ઈઝરાયેલમાં 70 હજાર સક્રિય સૈનિકો છે.
ક્ષેત્રફળમાં ઈરાન ઘણું મોટું છે અને ઈઝરાયેલ નાનું છે. ઈરાનની વસ્તી 89 મિલિયન છે તો ઈઝરાયેલની વસ્તી લગભગ 10 મિલિયન છે. આ સિવાય ઈઝરાયેલ પાસે મોસાદ છે, જેનું નામ જ કાફી છે.
માનવામાં આવે છે કે બંને પાસે પરમાણુ હથિયાર છે પરંતુ બંનેમાંથી કોઈએ ક્યારેય આ વાતની પુષ્ટિ કરી નથી. અમેરિકા હંમેશા ઈઝરાયેલની સાથે છે. સાથે જ ઈરાક અને સીરિયામાં ઈરાનનો હંમેશા પ્રભાવ રહ્યો છે.
આ સિવાય દુનિયાના બીજા કયા દેશો સમર્થન કરશે તે કહી શકાય તેમ નથી પરંતુ અમેરિકા અને રશિયા જેવા મોટા દેશો ચોક્કસ પોતાનું સ્ટેન્ડ લેશે. નેવલ પાવરની વાત કરીએ તો ઈરાન પાસે 19 સબમરીન છે જ્યારે ઈઝરાયેલ પાસે માત્ર 5 સબમરીન છે. પેટ્રોલિંગ જહાજોના મામલે ઈઝરાયેલ આગળ છે. ડ્રોન પાવરમાં ઈરાન આગળ હોવાનું કહેવાય છે.












Click it and Unblock the Notifications
