For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીવતો છે જૈશ પ્રમુખ મસૂદ, રિલીઝ કરી ઑડિયો ક્લિપ, પાક સરકારને આપી ધમકી

બુધવારે મસૂદ અઝહરે પોતાની એક ઑડિયો ક્લિપ રિલીઝ કરીને તેની મોતની અફવાઓ પર પૂર્ણવિરામ લગાવી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

છેલ્લા ઘણા દિવસોથી જૈશ એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરના મોત અંગે વિવિધ પ્રકારની અફવાઓ દેશમાં ઉડી રહી હતી. બુધવારે અઝહરે પોતાની એક ઑડિયો ક્લિપ રિલીઝ કરીને આ બધી અફવાઓ પર પૂર્ણવિરામ લગાવી દીધુ છે. અઝહરની આ ક્લિપને જૈશના ઘણા ગ્રુપ્સ પર રિલીઝ કરવામાં આવી છે કે જે સંપૂર્ણપણે અનસ્ક્રિપ્ટેડ છે. આ ક્લિપ સાથે જ જૈશના પ્રમુખે સાબિત કરી દીધુ છે કે તે હજુ જીવતો છે અને ભારત સામે ષડયંત્રોને અંજામ આપતો રહેશે.

અઝહરને યાદ આવ્યા ભારતની જેલના દિવસ

અઝહરને યાદ આવ્યા ભારતની જેલના દિવસ

આ ઑડિયો ક્લિપ 10 મિનિટથી થોડી વધુની છે. આ ક્લિપમાં અઝહરે એ સમયનો ઉલ્લેખ કર્યો છે જ્યારે તેને ભારતની જેલમાં રાખવામાં આવ્યો હતો. મૌલાના મસૂદ અઝહરની 90ના દશકમાં ધરપકડ કરીને જમ્મુની કોટલ બહાવલ જેલમાં રાખવામાં આવ્યો હતો. અઝહરની માનીએ તો પાકિસ્તાન, ભારતના દબાણમાં આવીને કાર્યવાહી કરી રહ્યુ છે. આ ઑડિયો ક્લિપને ચાર માર્ચે રેકોર્ડ કરવામાં આવી હતી. આ ઑડિયો ક્લિપમાં કહેવામાં આવ્યુ છે, ‘મારા મોત વિશે ઘણા સમાચાર છે પરંતુ માત્ર અલ્લાહ નક્કી કરશે કે હું ક્યાં સુધી જીવિશ અને ક્યારે મરીશ.' અઝહરે એ પણ કહ્યુ કે તે સંગઠનના કામ સાથે ઘણો નજીકથી જોડાયેલો છે.

પાકને ધમકાવ્યુ, દબાણમાં કામ કરવાનું બંધ કરો

પાકને ધમકાવ્યુ, દબાણમાં કામ કરવાનું બંધ કરો

અઝહરે આ સાથે જ એક નવી ધમકી પણ આપી છે. તેણે મુસલમાનો અને મદરસાઓ પર થઈ રહેલા હુમલા રોકવા માટે કહ્યુ છે. તેણે કહ્યુ, ‘ખુદાથી ડરવુ જોઈએ'. અઝહરની માનીએ તો પાકિસ્તાનમાં રહી રહેલા લિબરલ્સ મદરસાઓ પર હુમલા કરાવી રહ્યા છે અને તેણે લોકોને ચેતવણી પણ આપી છે. અઝહરે પાક વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી પર પણ હુમલો કર્યો. કુરેશીએ કહ્યુ હતુ કે તેમના અધિકારી જૈશના સંપર્કમાં છે. અઝહરના જણાવ્યા મુજબ કુરેશી દબાણમાં આવીને આ વાત કરી રહ્યા છે જ્યારે આવુ કંઈ પણ નથી. અઝહરે કહ્યુ છે કે પાકિસ્તાનની સરકારે જૈશને એવુ જ સ્વીકારવુ પડશે જેવુ તે છે.

વિદેશ મંત્રી બોલ્યા પાકમાં જ છે અઝહર

વિદેશ મંત્રી બોલ્યા પાકમાં જ છે અઝહર

કુરેશીએ ગયા સપ્તાહે કહ્યુ હતુ કે જૈશનો માસ્ટરમાઈન્ડ મૌલાના અઝહર પાકિસ્તાનમાં જ છે. તેમણે એ પણ કહ્યુ હતુ કે અઝહરની તબિયત ઘણી ખરાબ છે અને તે પોતાના ઘરમાંથી બહાર નીકળવામાં પણ અસમર્થ છે. કુરેશીએ આ વાત સીએનએનને આપેલા ઈન્ટરવ્યુમાં કહી હતી. કુરેશી મુજબ જો ભારત ઈચ્છતુ હોય કે મસૂદ અઝહર પર કાર્યવાહી થાય તો તેણે પુરાવા આપવા પડશે જે પાકિસ્તાનની અદાલતમાં ‘માન્ય' હોય. તેમના આ નિવેદન બાદ જ એ સમાચાર આવવા લાગ્યા હતા કે મસૂદ અઝહરનું મોત થઈ ગયુ છે.

સેનાએ કહ્યુ જૈશ પાકમાં નથી

સેનાએ કહ્યુ જૈશ પાકમાં નથી

બુધવારે જ્યારે આ ઑડિયો ક્લિપ રિલીઝ થઈ રહી હતી ત્યારે પાકિસ્તાન સેના તરફથી પણ એક નિવેદન જાહેર કરવામાં આવ્યુ હતુ. આ નિવેદનને પાક સેનાની મીડિયા વિંગ આઈએસપીઆર તરફથી જાહેર કરવામાં આવ્યુ હતુ. તેના મુજબ જૈશ એ મોહમ્મદ પાકિસ્તાનમાં છે જ નહિ. આઈએસપીજીના ડીજી, મેજર જનરલ આસિફ ગફૂર તરફથી આ વાત કહેવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાહુલનો મોટો આરોપ - રાફેલની ફાઈલોમાં PM-PMOનું નામ, કાર્યવાહી કરોઆ પણ વાંચોઃ રાહુલનો મોટો આરોપ - રાફેલની ફાઈલોમાં PM-PMOનું નામ, કાર્યવાહી કરો

English summary
Jaish-e-Mohammed chief Maulana Masood Azhar releases a new audio clip quashes his death rumours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X