For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાના નવા વેરિઅંટના જોખમને જોતા જાપાને વિદેશી યાત્રીઓના આગમન પર લગાવી રોક

જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાએ વિદેશી નાગરિકોના આગમન પર રોક લગાવવાનુ એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

ટોક્યોઃ કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનના જોખમને જોતા જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાએ વિદેશી નાગરિકોના આગમન પર રોક લગાવવાનુ એલાન કર્યુ છે. જાપાને હાલમાં જ કોવિડ પ્રતિબંધોમાં થોડી ઢિલાશ આપીને વિદેશી આગમન શરુ કર્યુ હતુ પરંતુ નવા વેરિઅંટના આવ્યા બાદ ફરીથી તેના પર રોક લગાવી દીધી છે. ફુમિયો કિશિદાએ મીડિયા સાથે વાત કરીને કહ્યુ છે, 'અમે 30 નવેમ્બરથી દુનિયાભરના દેશોની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના આગમન પર રોક લગાવી રહ્યા છે.' તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રીનો આ આદેશ મંગળવાથી લાગુ થઈ જશે.

japan

જાપાને હાલમાં જ 9 દેશો પરથી હટાવ્યો પ્રતિબંધ

તમને જણાવી દઈએ કે નવેમ્બરની શરૂઆતમાં જાપાનની સરકારે જાહેરાત કરી હતી કે તે વેપારી મુસાફરો, વિદેશી છાત્રો અને કામકાજી લોકો માટે પોતાના દેશની સીમાએ ખોલી રહ્યા છે. જો કે પર્યટકો માટે જાપાનની સીમા ફરીથી બંધ હતી. જાપાનની સરકારે દક્ષિણ આફ્રિકા સહિત 9 દેશો પર લાગેલા આ પ્રતિબંધોમાં ઢીલ આપી હતી. આ દેશોમાં દક્ષિણ આફ્રિકા અને પડોશી નામીમ્બિયા, લેસોથો, ઈસ્વાતિની, ઝિમ્બામ્બવે, બોત્સવાના, જામ્બિયા, મલાવી અને માઝોમ્બિકનુ નામ શામેલ હતુ. આ દેશોના યાત્રીઓને જાપાનમાં આવ્યા બાદ 10 દિવસ માટે ક્વૉરંટાઈન પણ રહેવાનુ હતુ.

જાપાને કડક પ્રતિબંધોથી જ કોરોના પર રાખ્યો છે કંટ્રોલ

પ્રધાનમંત્રી ફુમિયા કિશિદાએ સોમવારે આગળ કહ્યુ કે અધિક 14 દેશોથી આવતા મુસાફરોને ક્વૉરંટાઈનમાં રહેવુ પડશે. તમને જણાવી દઈએ કે જ્યારે દુનિયામાં કોરોનાનો કહેર સૌથી વધુ જોવા મળી રહ્યો હતો એ વખતે જાપાને કડક પ્રતિબંધોના આધારે જ સ્થિતિને ઘણા હદ સુધી કંટ્રોલમાં રાખી હતી. મહામારીના સમયે જાપાનમાં કોરોનાથી 18300 મોત થયા હદતા. કોરોના વેક્સીનેશન મામલે જાપાને ગતિ પકડી અને હવે જાપાનની લગભગ 76.5 ટકા વસ્તી સંપૂર્ણપણે વેક્સીનેટ થઈ ચૂકી છે.

English summary
Japan stopped new foreign passengers in country over Coronavirus new variant omicron
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X