કંપનીએ સ્ટાફની મહિલાઓને કહ્યું,’પીરિયડ્સ છે, તો બેજ પહેરીને કામ પર આવો’
એક કંપનીએ પોતાના મહિલા કર્મચારીઓને પીરિયડ્સ દરમિયાન ખાસ પ્રકારના બેજ પહેરવાનો આદેશ આપીને વિવાદ શરૂ કર્યો છે. આ કંપનીની દુનિયાભરમાં ટીકા થઈ રહી છે. સ્ટોરમાં આવનાર લોકોને ખ્યાલ આવે કે મહિલાના પીરિયડ્સ ચાલી રહ્યા છે, તે માટે કંપનીએ આવો આદેશ આપ્યો હતો. આ કંપની જાપાનની છે અને સ્ટોર મહિલાઓની સેક્સ સંબંધિત સમસ્યા તેમજ માસિક આરોગ્ય અંગેનો સામાન વેચવા માટે જાણીતો છે.

જાપાનનો જાણીતો સ્ટોર
જાપાનના ઓસાકામાં આવેલો આ સ્ટોર મિશી કાકે તરીકે જાણીતો છે. આ સ્ટોર દ્વારા મહિલા કર્મચારીઓને બેજ પહેરવા કહેવાયું હતું. આ બેજ પર એક કાર્ટૂન સિએરી ચાન દોરેલું છે, જેનો અનુવાદ થાય છે, મિસ પીરિયડ. આ ડિપાર્ટમેન્ટ સ્ટોરનો હવે આખા વિશ્વમાં વિરોધ થઈ રહ્યો છે.

લોકો તરફથી પણ ફરિયાદ
એક એક્ઝિક્યુટિવે આ વાતનો ખુલાસો કરતા કહ્યું કે લોકોએ ઘણી ફરિયાદો કરી હતી, જેમાં આ પ્લાનનો વિરોધ પણ હતો. કેટલાક લોકોએ શોષણની શક્યતા વ્યક્ત કરી તો કેટલાક લોકોનું કહેવું હતું કે આ પ્લાન લોન્ચ કરવા પાછળ કોઈ ખાસ ઉદ્દેશ્ય નથી. એક કર્મચારીએ કહ્યું કે કંપની આ આઈડિયા પર પુનર્વિચાર કરી રહી છે, કંપની ક્યારે આ આઈડિયાને ફરજિયાત લાગુ કરવા નહોતી ઈચ્છતી.

ઘટી રહી છે મહિલાઓની સંખ્યા
પીરિયડ બેજને કારણે આ સ્ટોરનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. આખા દેશમાં જ્યારે મહિલા કર્મચારીઓની સંખ્યા ઘટી રહી છે, ત્યારે આ બેજ લોન્ચ કરવામાં આવ્યો છે. જાપાની કંપનીઓ સતત લેંગિક મતભેદના આરોપોનો સામનો કરી રહી છે. મિશી કાફે ડિપાર્ટમેન્ટ સ્ટોર ચાર વિભાગમાં વહેંચાયેલો છે. અહીં એક એપ દ્વારા માસિકના જુદા જુદા સ્ટેજ અંગે લોકોને માહિતગાર કરવામાં આવે છે.

પીરિયડ્સ માટે અલગ અલગ ઝોન
સ્ટોરમાં એક બ્લૂ ઝોન છે, જ્યાં એવી મહિલાઓ માટે પ્રોડક્ટ્સ હોય છે, જેઓના પીરિયડ્સ ચાલી રહ્યા છે. તો એક ઝોનને ગ્લિટરિંગ ઝોન નામ અપાયું છે, અહીં એવી મહિલાઓ માટે પ્રોડક્ટ્સ છે, જેમનું માસિક સંપૂર્ણ રીતે બંધ નથી થયું. તો એવી મહિલાઓ માટે પણ પ્રોડક્ટ્સ છે, જેમના પીરિયડ્સ આવવાના છે, અને જેમનું માસિક શરૂ થવાનું છે. સ્ટોર મેનેજર તાકીહીરો ઈમાજુએ જાપાની ન્યૂઝ WWD સાથે વાત કરતા કહ્યું,'જાપાનમાં મહિલઓની સેક્સ્યુઆલિટી અને પીરિયડ્સ અંગે વાત કરવામાં નથી આવતી.' એટલે આ વાતને સકારાત્મક રિસ્પોન્સ મળવાની શક્યતા ઓછી છે.
સૌરવ ગાંગુલીની બાયોપીકમાં હ્રિતિક રોશન નિભાવી શકે છે દાદાનો રોલ