For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો બાઈડેને યુક્રેનને 800 મિલિયન ડૉલરની મદદનુ કર્યુ એલાન, ભારે માત્રામાં સૈન્ય મદદ પણ શામેલ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને યુક્રેનને વધુ 800 મિલિયન ડૉલરની મદદ આપવાનુ એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને યુક્રેનને વધુ 800 મિલિયન ડૉલરની મદદ આપવાનુ એલાન કર્યુ છે. જો બાઈડેને કહ્યુ કે તેમનુ પ્રશાસન યુક્રેનને 800 મિલિયન ડૉલર વધારાની મદદ આપશે જેમાં સૈન્ય મદદ પણ શામેલ છે. યુક્રેનને ભારે હથિયાર અને અન્ય ઉપકરણ પૂરા પાડવામાં આવશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેંલેસ્કી સાથે ફોન પર વાત કર્યા બાદ બાઈડેને એક નિવેદન જાહેર કરીને કહ્યુ, રશિયા ડોનબાસ ક્ષેત્રમાં હુમલા તેજ કરવાની તૈયારી કરી રહ્યુ છે. અમેરિકા યુક્રેનને એ તમામ મદદ પૂરી પાડશે જેથી તે ખુદને સુરક્ષિત કરી શકે.

1.7 બિલિયન ડૉલરની મદદનો ભરોસો

1.7 બિલિયન ડૉલરની મદદનો ભરોસો

બાઈડેને કહ્યુ કે આ મદદમાં ઘણી પ્રભાવી હથિયાર સિસ્ટમ પૂરી પાડવામાં આવશે જેનાથી યુક્રેન રશિયા દ્વારા મોટા હુમલાનો સામનો કરી શકે. આ નવી મદદથી આર્ટિલરી સિસ્ટમ, આર્ટિલરી રાઉન્ડ, સૈનિકો માટે સૈન્ય વાહન વગેરે મહત્વના છે. આ સાથે વધારીના હેલીકૉપ્ટર પણ અમેરિકા યુક્રેનને આપશે. બાઈડેને કહ્યુ કે તે યુક્રેનને પોતાના મિત્ર દેશો દ્વારા દુનિયાભરમાંથી મદદ અપાવશે. તમને જણાવી દઈએ કે રશિયા સામે યુદ્ધની શરુઆત બાદથી જ અમેરિકાએ દાવો કર્યો છે કે તે યુક્રેનને 1.7 બિલિયન ડૉલરની મદદ પૂરી પાડશે.

આ સૈન્ય સામાન મળશે યુક્રેનને

આ સૈન્ય સામાન મળશે યુક્રેનને

તમને જણાવી દઈએ કે અમેરિકા તરફથી યુક્રેનને 155 એમએમની 18 તોપ, 40 હજાર રાઉન્ડ ગોળી, 200 એમ 113 સૈન્ય સામાન, 11 એમઆઈ 17 હેલીકૉપ્ટર, 100 આર્મ્ડ મલ્ટી પર્પઝ વેહિકલ, 10 એએન/ટીઆરક્યુ-3જી કાઉન્ટર આર્ટિલરી રડાર, 2 એર સર્વિલાંસ રડાર, 300 ડ્રોન, 500 એંટી આર્મ્ડ મિસાઈલ, 3000 સેટ હેલમેટ, બૉડી આર્મ્ડ કવચ વગેરે પૂરા પાડવામાં આવશે જેનાથી જૈવિક હુમલામાં સૈનિક ખુદને સુરક્ષિત રાખી શકે.

રશિયાએ પણ અમેરિકા પર લગાવ્યા પ્રતિબંધ

રશિયાએ પણ અમેરિકા પર લગાવ્યા પ્રતિબંધ

વળી, રશિયા તરફથી અમેરિકા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રશિયા અમેરિકી કોંગ્રેસના 398 સભ્યો પર ટ્રાવેલ બેન લગાવી દીધો છે. રશિયાના વિદેશ મંત્રાલય તરફથી આની માહિતી આપવામાં આવી છે. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે જે રીતે રશિયા સામે અમેરિકા પ્રતિબંધ લગાવી રહ્યુ છે તેના જવાબમાં લગભગ આખુ બાઈડેન પ્રશાસન અને કોંગ્રેસને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યુ છે. રશિયા તરફથી કહેવામાં આવ્યુ છે કે તે ભવિષ્યમાં આ પ્રતિબંધને વધુ મોટો કરશે.

English summary
Joe Biden announces 800 million dollar help to Ukraine, know what all it includes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X