For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્હોન કેરીએ નરેન્દ્ર મોદીની તુલના ગાંધીજી સાથે કરી

|
Google Oneindia Gujarati News

modi
ન્યૂયોર્ક, 1 ઓક્ટોબર: નરેન્દ્ર મોદીનો અમેરિકા પ્રવાસ એક ઐતિહાસિક પ્રવાસ બની રહ્યો છે. ભારત આવવા માટે રવાના થતા પહેલા અમેરિકન વિદેશ મંત્રી જ્હોન કેરીએ મોદીને મહાત્મા ગાંધી સાથે સરખાવી દીધા છે.

જોકે નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જેમ ગાંધીએ આઝાદીની લડાઇને જન આંદોલન બનાવી દીધી હતી, તેમ જ અમે વિકાસને જન આંદોલન બનાવી દઇએ. મોદી ભલે હિન્દુસ્તાનમાં હોય કે બહાર, પોતાના દરેક ભાષણમાં તેઓ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને યાદ કરે છે. પછી તે દિલ્હીમાં રાજઘાટમાં હોય, કે ગુજરાતનું સાબરમતી આશ્રમ અથવા વોશિંગ્ટનમાં ગાંધી પ્રતિમા. મોદીને જ્યારે પણ તક મળે છે, ત્યારે બાપૂને યાદ કરે છે. પરંતુ મોદીએ વિચાર્યું પણ નહીં હોય કે જ્યારે તેઓ અમેરિકાથી પરત ફરી રહ્યા હશે તો દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ તેમની તુલના ગાંધીજી સાથે કરી રહ્યો હશે.

પાંચ દિવસના અમેરિકન પ્રવાસના છેલ્લા દિવસે ઉપરાષ્ટ્રપતિ જે બિડેનની તરથી મોદીના સન્માનમાં આપવામાં આવેલ લંચમાં અમેરિકન વિદેશ મંત્રી જ્હોન કેરીએ તેમને ગાંધીના બરાબર સરખાવી દીધા છે. કેરીએ જણાવ્યું કે 'અમે ઇચ્છીએ છીએ કે ભારતના વિકાસમાં વડાપ્રધાન મોદીના યોગદાન અને ભારતની આઝાદીમાં મહાત્મા ગાંધીનું યોગદાનને એક સમાન યાદ કરવામાં આવે.'

આ પહેલીવાર નથી જ્યારે કેરીએ મોદીના ખુલીને વખાણ કર્યા છે, આ પહેલા જુલાઇમાં જ્યારે ભારત આવ્યા હતા, ત્યારે તેમણે મોદીના સૂત્ર 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના વખાણ કર્યા હતા, જ્યારે અત્રે 'ચ્હાવાળા'થી વડાપ્રધાન સુધીના તેમના સફરની દિલ ખોલીને સરાહના કરી હતી.

વિકાસ કાર્યક્રમોના વખાણ એક વાત છે અને મોદીને ગાંધીજી સાથે સરખાવવા બીજી વાત છે. મોદીને હિન્દુસ્તાનની કમાન સંભાળ્યે હજી તો માત્ર ચાર મહીના જેટલો સમય થયો છે અને તેમણે દેશની અર્થવ્યવસ્થાને પટરી પર લાવવાની છે. પરંતુ આ પહેલા જ તે અમેરિકાએ મોદીને એટલું મોટુ પદ આપી દીધું, જે તેમના વડાપ્રધાન બનવા સુધી વિઝા આપવા સુધી ખચકાઇ રહ્યા હતા. સવાલ ઉઠે છે કે આવામાં અમેરિકાનું આટલું મોટુ હૃદય પરિવર્તન કેવી રીતે થઇ ગયું? ભલે જે હોય, પાંચ દિવસોના અમેરિકાના પ્રવાસમાં મોદી માટે આ ખૂબ જ મોટી જીત સાબિત થઇ છે.

English summary
US Secretary of State John Kerry compares PM narendra modi with mahatma gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X