પનામા પેપર લીક કરનાર પત્રકારની બોમ્બ વિસ્ફોટમાં હત્યા

Posted By:
Subscribe to Oneindia News

પનામા પેપર લીક્સથી દુનિયાભરના મોટા મોટા નેતાઓની પોલ ખોલનાર પત્રકાર, જેણે આ આખો મામલો દુનિયા સામે લાવ્યો હતો તેની હત્યા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પનામા પેપર બહાર આવતા જ અનેક રાજનેતાઓ અને ઉદ્યોગકારોને મોટા પ્રમાણમાં નુક્શાન થયું હતું. ત્યારે પનામા પેપર લીક કરાવનાર મહિલા પત્રકાર ડૈફની કૈરુઆનાની ગલિજિયા બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામી છે. તેમની મોત માલ્ટામાં થયેલા બોમ્બ વિસ્ફોટના કારણે થઇ છે. તેમણે આ દસ્તાવેજો તેમના બ્લોગ પર લીક કર્યા હતા. તે પછી તેમના દેશના લોકો જેટલા છાપા નહીં વાંચતા તેટલી મોટી સંખ્યામાં લોકોએ તેમના બ્લોગ વાંચ્યા હતા. અને પછી સોશ્યલ મીડિયામાં આ વાત વિવાદનો મુદ્દો બની હતી.

galizia

સોમવારે બપોરે ગલીજિયામાં કાર વિસ્ફોટ થયો હતો. જેમાં તેમની કારના ટૂકડે ટૂકડા થઇ ગયા હતા. તેમણે હાલમાં જ માલ્ટાના વડાપ્રધાન જોસેફ મસ્કટ અને ત્યાંના બે વેપારીઓ અંગે મોટો ખુલાસો કર્યો હતો. જો કે આ બોમ્બ વિસ્ફોટને અહીં એક આતંકી હુમલા તરીકે જોવામાં આવી રહ્યો છે. પણ કોઇ આતંકી સંગઠને તેની જવાબદારી નથી લીધી. તેમ છતાં માલ્ટાના રાષ્ટ્રપતિ મરી લુઇસ કોલેરો પ્રકાએ લોકોને શાંતિની અપીલ કરી છે. જો કે આ હુમલા પછી બોલવવામાં આવેલી પ્રેસકોન્ફર્ન્સમાં મસ્કટે કહ્યું હતું કે આ અંગે તે એફબીઆઇથી તપાસ કરાવશે.

English summary
Journalist Daphne Caruana Galizia who led Panama Papers probe killed in car bomb blast.
Please Wait while comments are loading...