For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાબુલ એરપોર્ટ પર અમેરિકાનુ નિયંત્રણ ખતમ, એરક્રાફ્ટ માટે જાહેર કરાયા આ નિર્દેશ

અફઘાનિસ્તાનથી અમેરિકી સેના પાછી બોલાવાયા બાદ હવે યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને કાબુલ સ્થિત હામિદ કરજઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને અનિયંત્રિત ઘોષિત કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

કાબુલઃ અફઘાનિસ્તાનથી અમેરિકી સેના પાછી બોલાવાયા બાદ હવે યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને કાબુલ સ્થિત હામિદ કરજઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને અનિયંત્રિત ઘોષિત કરી દીધુ છે. આ બાબતે એરમેનને જાહેર કરાયેલ નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે હવે કાબુલ એરપોર્ટ અમારા નિયંત્રણાં નથી. એવામાં જ્યાં સુધી પહેલેથી અનુમતિ આપવામાં ન આવે ત્યાં સુધી યુએસ સિવિલ એરક્રાફ્ટ અહીંથી ઉડાન નહિ ભરે. અફઘાનિસ્તાનનુ ફ્લાઈટ ઈન્ફૉર્મેશન રીજન હવે ક્લાસ જી એરસ્પેસની શ્રેણીમાં આવી ગયુ છે એટલે કે હવે તે અનિયંત્રિત છે. તેના પર અમેરિકાનુ કોઈ નિયંત્રણ નથી. જે પણ વિમાન કાબુલ એરપોર્ટથી ઉડાન ભરશે કે ત્યાં લેન્ડ કરશે તેણે 24 કલાક પહેલા તેની અનુમતિ લેવી પડશે.

kabul

એફએએ તરફથી જાહેર કરવામાં આવેલ નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે હવે કાબુલ એરપોર્ટ પર કોઈ પણ પ્રકારનો એર ટ્રાફિક કંટ્રોલ કે એરપોર્ટ સેવા ઉપલબ્ધ છે. જે પણ વિમાન કાબુલથી ઉડાન ભરે કે કાબુલ લેન્ડ કરે કે કાબુલમાંથી પસાર થાય તેણે ઘણા સતર્ક રહેવાની જરૂર છે. અફઘાનિસ્તાને નક્કી કરેલા માનકોનુ પાલન કરવુ જોઈએ. તમને જણાવી દઈએ કે કાબુલ એરપોર્ટ પર અમેરિકાએ એર ટ્રાફિક કંટ્રોલની જવાબદારી પોતાના હાથમાં લઈ રાખી હતી. આ દરમિયાન હજારો લોકોને બીજા દેશમાં મદદ કરવામાં આવી હતી પરંતુ અફઘાનિસ્તાનથી અમેરિકા સેનાએ પાછા આવ્યા બાદ અહીં પોતાનુ પૂરુ નિયંત્રણ ખતમ કરી દીધુ છે.

નોંધનીય વાત એ છે કે તાલિબાને અફઘાનિસ્તાન પર પોતાનુ નિયંત્રણ મેળવી લીધુ છે. 15 ઓગસ્ટે તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પ્રવેશ કરી લીધો હતો. અમેરિકાએ 30 ઓગસ્ટ સુધી પોતાની આખી સેનાને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવા માટેનુ મિશન પૂરુ કરી લીધુ હતુ. આ દરમિયાન કાબુલ એરપોર્ટ પર ઘણા મોટા બૉમ્બ ધમાકા થયા. અફડા-તફડી મચી જેમાં ઘણા લોકોના જીવ જતા રહ્યા.

English summary
Kabul airport uncontrolled declared USA and releases guideline for its civil aircrafts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X