આઇએસઆઇએસમાં જોડાયેલા બાળકોએ 6 લોકો કરી ધાતકી હત્યા

આઇએસઆઇએસએ તેની હેવાનિયતનો એક નવો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં સંગઠનમાં જોડાયેલા બાળકો સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદના શાસનના છ સપોટર્સની હત્યા કરતા દેખાડવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ આ વીડિયોનું ટાઇટલ છે "ટૂ ધ ચિલ્ડ્રેન ઓફ જ્યૂજ". આ વીડિયોમાં પાંચ બાળકો પાંચ લોકોને ગોળી મારીને હત્યા કરે છે. અને જ્યારે છઠ્ઠો બાળક પીડિતનું માથું કાપી તેની હત્યા કરે છે.

isis

બચ્ચોને ટ્રેનિંગ આપનાર આતંકવાદીએ ભવિષ્યવાણી કરી છે કે ખલીફાના આ બાળકો સીરિયા, ઇરાક અને સાઉદી અરબને આઝાદ કરાવશે. અને અમેરિકાના વાઇટ હાઉસમાં ખલીફાનો ઝંડો ફરકાવશે.

આ વીડિયો આઇએસઆઇએસના સીરિયાના અલ જૈર પ્રાંત સ્થિત ઓફિસથી જાહેર કરવામાં આવ્યો છે. સીરિયામાં માનવ અધિકારો પર નજર રાખતી બ્રિટીશ સંસ્થા સીરિયન ઓબ્ઝવેટરી ફોર હ્યુમન રાઇટ્સે કહ્યું છે કે જે જગ્યા આ ધટનાને અંજામ આપવામાં આવ્યો છે તે રાહબાનું માયાદીન ગામ છે. જે આઇએસઆઇએસનો મજબૂત ગઢ માનવામાં આવે છે. એસઓએચઆર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ જુલાઇ મહિનાથી સીરિયા ક્ષેત્રમાં આઇએસઆઇએસ દ્વારા લગભગ 1,100થી વધુ બાળકોને સંગઠનમાં સામેલ કરવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X