For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિમ જોંગ ઉને ફરી દાગી બેલેસ્ટિક મિસાઇલ, ન્યુક્લિયર ટેસ્ટની આશંકા, અમેરિકા ટેંશનમા

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને હવે ફરી બેલેસ્ટિક મિસાઈલનુ પરિક્ષણ કર્યુ છે. આ પરિક્ષણના કારણે કોરિયન દ્વીપકલ્પ પર તણાવ વધવા લાગ્યો છે. સિઓલના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ શુક્રવારે વધુ એક બેલેસ્ટિક મિ

|
Google Oneindia Gujarati News

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને હવે ફરી બેલેસ્ટિક મિસાઈલનુ પરિક્ષણ કર્યુ છે. આ પરિક્ષણના કારણે કોરિયન દ્વીપકલ્પ પર તણાવ વધવા લાગ્યો છે. સિઓલના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ શુક્રવારે વધુ એક બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) ના વડા રાફેલ ગ્રાસીએ આશંકા વ્યક્ત કરી છે કે ઉત્તર કોરિયા પરમાણુ પરીક્ષણની તૈયારી કરી રહ્યું છે.

ઉત્તર કોરીયાએ ફરી દાગી બેલેસ્ટિક મિસાઇલ

ઉત્તર કોરીયાએ ફરી દાગી બેલેસ્ટિક મિસાઇલ

દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે એક નિવેદનમાં કહ્યું કે ઉત્તર કોરિયાએ ફરી પૂર્વીય જળસીમામાં બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. તમને જણાવી દઈએ કે કિમ જોંગ ઉને કોરિયન પેનિનસુલામાં ખળભળાટ મચાવી દીધો છે. તે સતત મિસાઈલનું પરીક્ષણ કરી રહ્યો છે. જેના કારણે અમેરિકા અને દક્ષિણ કોરિયા ખૂબ જ તણાવમાં છે. દક્ષિણ કોરિયાના સંયુક્ત સૈન્ય વડાએ નવીનતમ મિસાઇલ પરીક્ષણની પુષ્ટિ કરી હતી, પરંતુ યોનુપ સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર વધુ વિગતો આપી ન હતી. જો કે સેનાએ એ નથી જણાવ્યું કે બેલેસ્ટિક મિસાઈલ ક્યાં પડી હશે.

કિમ જોંગ ઉન ડરનારાઓમાંના નથી

કિમ જોંગ ઉન ડરનારાઓમાંના નથી

તમને જણાવી દઈએ કે અમેરિકા અને દક્ષિણ કોરિયાએ કિમ જોંગ ઉનને ડરાવવા માટે સંયુક્ત દાવપેચ કર્યા હતા, પરંતુ ઉત્તર કોરિયાના તાનાશાહ પર તેની કોઈ અસર થઈ ન હતી. કિમે કોરિયન દ્વીપકલ્પ પર મિસાઈલ છોડવાનો નવો રેકોર્ડ બનાવ્યો. આ દરમિયાન તેણે જાપાનને મિસાઈલથી પણ ડરાવ્યું હતું. અમેરિકા હવે સમજતું નથી કે નિરંકુશ સરમુખત્યારનો જવાબ કેવી રીતે આપવો. દક્ષિણ કોરિયા સતત ચેતવણી આપી રહ્યું છે કે ઉત્તર કોરિયા પરમાણુ પરીક્ષણની તૈયારી કરી રહ્યું છે. કિમના આ પગલાથી વિસ્તારમાં સુરક્ષા સંકટ વધુ ઘેરી બની શકે છે.

ટેંશનમાં છે વિશ્વ

ટેંશનમાં છે વિશ્વ

IAEAના મહાનિર્દેશક રાફેલ ગ્રોસીએ કહ્યું કે ઉત્તર કોરિયાના પરમાણુ પરિક્ષણના ડરથી દુનિયા તેના શ્વાસ રોકી રહી છે. ઉત્તર કોરિયાના નિરંકુશ મિસાઈલ પરીક્ષણથી જાપાન ભૂતકાળમાં ખૂબ જ પરેશાન હતું. કિમ જોંગ ઉને તાજેતરમાં એક પછી એક અનેક ખતરનાક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. રાફેલ ગ્રાસીએ કહ્યું કે, અમે ઉત્તર કોરિયાના દરેક પગલા પર નજર રાખી રહ્યા છીએ. અમે આશા રાખીએ છીએ કે કોઈ પરમાણુ પરીક્ષણ ન થાય પરંતુ કમનસીબે સંકેત આપણને બીજી દિશામાં લઈ જઈ રહ્યા છે જે વિશ્વ માટે ચિંતાનો વિષય છે.

ઉત્તર કોરીયાને મળશે જવાબ

ઉત્તર કોરીયાને મળશે જવાબ

દક્ષિણ કોરિયાના ફર્સ્ટ ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર ચો હ્યુન-ડોંગે ટોક્યોમાં એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ત્રણેય સાથી દેશોએ "સંમત થયા હતા કે જો ઉત્તર કોરિયા સાતમા પરમાણુ પરિક્ષણની તૈયારી કરશે તો તેનો સખત જવાબ આપશે." ઉત્તર કોરિયા દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ મિસાઈલ પરિક્ષણ હતું. કોરિયન દ્વીપકલ્પ પર તણાવ વધ્યો. હવે એવી આશંકા વધી ગઈ છે કે ઉત્તર કોરિયા પાંચ વર્ષમાં તેનું પ્રથમ પરમાણુ પરીક્ષણ કરી શકે છે. ક્રૂઝ મિસાઇલોએ સમુદ્રમાં 2000 કિમી દૂર સુધી ફાયરિંગ કર્યું છે. અને દાવા પ્રમાણે સફળતાપૂર્વક પોતાના લક્ષ્યને હિટ કર્યું છે. કિમ જોંગે મિસાઇલોનું પરીક્ષણ કરીને તેના દુશ્મનોને એક મજબૂત સંદેશ આપ્યો છે.

English summary
Kim Jong-un fears ballistic missile, nuclear test again
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X