
ફ્રાંસમાં ચર્ચ પાસે ચાકુથી હુમલો, 3 લોકોના મોત
પેરિસઃ ફ્રાંસથી ફરી એકવાર આતંકી હુમલામા સમાચાર મળી રહ્યા છે. અહીં દક્ષિણી ફ્રાંસના શહેર નીસમાં કેટલાક લોકો પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં અત્યાર સુધી 3 લોકોના મોત થયાં છે જ્યારે કેટલાય લોકો ઘાયલ હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. નીસના મેયરે આ હુમલાને આતંકી હુમલો ગણાવ્યો છે. નીસ, ફ્રાંસનું એ શહેર છે જ્યાં જુલાઈ 2016માં એક આતંકીઓ ફ્રાંસના નેશનલ ડેના અવસર પર કેટલાક લોકો પર ટ્રક ચઢાવી દીધો હતો. આ હુમલામાં કુલ 80 લોકોના મોત થયાં હતાં.
કેશુભાઈના નિધન પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, કહ્યુ - ગુજરાતીઓ માટે સમર્પિત કર્યુ જીવન
હમલાના 10 મિનિટ બાદ આતંકીની ધરપકડ
નીસના મેયર ક્રિશ્ચિયન એસ્ટ્રોસીએ કહ્યું કે ઘટનામાં સામેલ એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમનું કહેવું છે કે જે કંઈપણ સંકેત મળી રહ્યા છે, તેનાથી એવું જ લાગી રહ્યું છે કે આ એક આતંકી હુમલો છે. ગૃહમંત્રી ગેરાલ્ડ ડારમાનિને લોકોને આ વિસ્તારથી દૂર રહેવાની અપીલ કરી છે. તેમણે આને એક સંકટ ગણાવ્યુ્ં છે અને કહ્યું કે મંત્રીઓ સાથેની એક મીટિંગમાં આ મામલે ચર્ચા કરવામાં આવી રહી છે. ફ્રેન્ચ મીડિયા તરફથી આવેલા રિપોર્ટ્સ મુજબ મૃત લોકોમાં બે મહિલાઓ છે. 10 મિનિટ બાદ સંદિગ્ધની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘટના બાદ રાષ્ટ્રીય સંસદમાં એક મિનિટનું મૌન રાખવામાં આવ્યું.