જાણો શું છે કયામતની તિજોરી? ક્યાં આવેલી છે અને કેમ બનાવાઈ?
કહેવાય છે કે કયામત આવે ત્યારે દુનિયામાં રહેલી તમામ વસ્તુઓનો વિનાશ થાય છે. આ વિનાસને કોઈ ટાળી નથી શકતુ. જો કે ટાળી ન શકાય પરંતુ વસ્તુઓને બચાલી શકાય છે. આના માટે જ કયામતની તિજોરી બનાવાઈ છે.
તમે જાણો છો તેમ તિજોરીનું કામ કોઈપણ વસ્તુને સાચવવાનું હોય છે. હવે કયામતથી દુનિયામાં રહેલી નાયાબ વસ્તુઓની રક્ષા કરવા માટે એક કયામતની તિજોરી બનાવવામાં આવી છે. અહેવાલો અનુસાર, આ તિજોરીનું તાળું ત્યારે જ ખુલશે જ્યારે દુનિયામાં વિનાશની તૈયારી હશે. 100 દેશો મળીને બનાવવામાં આવેલી આ તિજોરી બરફમાં દફન છે.

છેલ્લે આવેલા વિનાસક પ્રલયમાં 65 મિલિયન વર્ષો પહેલા પૃથ્વી પરથી ડાયનાસોર સહિતની પ્રજાતિઓના નામ નિશાન ભૂંસાઈ ગયા હતા. વૈજ્ઞાનિકો અનુસાર, હવે પછીનો પ્રલય પણ ટૂંક સમયમાં આવશે.
પ્રલય વિનાશ લઈને આવે છે અને દુનિયામાં તમામ વસ્તુઓનો નાસ કરી દે છે. આનાથી સતત મનુષ્ય સહિત, છોડ, બેક્ટેરિયા, સરિસૃપ, પક્ષીઓ અને માછલીઓ વગેરે લુપ્ત થવાનું જોખમ છે. વૈજ્ઞાનિકો અનુસાર હવે પછીનો પ્રલય ક્લાઈમેંટ ચેંન્જના કારણે આવશે. હવે આ તિજોરીમાં આ પ્રલયમાં બચેલા લોકો માટે વસ્તુઓ સગ્રહાઈ રહી છે.
ડૂમ્સ ડે વૉલ્ટના નામે જાણીતી આ તિજોરી આર્કટિક સમુદ્ર નજીક નોર્વેના સ્પિટ્સબર્ગન ટાપુ પર આવેલી છે. તેને ગ્લોબલ સીડ વૉલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને અહીં એટલે બનાવાઈ છે કારણે તે ઉત્તર ધ્રુવની નજીક છે. આ જગ્યા હંમેશા ખૂબ જ ઠંડી રહે છે અને અનાજના બીજ કાયમ માટે સુરક્ષિત રહી શકે છે. તેને અહીં બનાવવાનું બીજું કારણ એ છે કે કોઈ યુદ્ધને કારણે તેને નુકસાન નહીં થાય.
આ કયામતની તિજોરી ફેબ્રુઆરી 2008માં બનાવવામાં આવી હતી. હાલ 100 દેશો આમાં જોડાયા છે. કોઈપણ દેશ નિર્ધારિત કરાર પર હસ્તાક્ષર કરીને જોડાઈ શકે છે. નિયમો અનુસાર, એક વખત બિયારણ જમા થઈ જાય પછી કોઈ દેશ તેને પાછું માંગી શકે નહીં.
બીજ લેવાના કેટલાક નિયમો છે. જેનું પાલન કરવાનું હોય છે. મોટાભાગના પાકોના બીજ અહીં સાચવવામાં આવ્યા છે. તેમાં 69% અનાજ, 9% કઠોળ અને ફળો અને શાકભાજીના બીજ છે. તેમાં ઘણી દવાઓના બીજ પણ સાચવવામાં આવ્યા છે. તબીબી દૃષ્ટિકોણથી અફીણ જેવી દવાઓના બીજ પણ અહીં સાચવવામાં આવ્યા છે.
આ કયામતની તિજોરી નોર્વેના ટાપુમાં એક પહાડ નીચે લગભગ 400 ફૂટની ઊંડાઈ પર બનાવવામાં આવી છે. તિજોરી સુધી પહોંચવા કોંક્રીટની ટનલમાંથી પસાર થવું પડે છે. જે પછી એક ખૂબ જ મજબૂત ચેમ્બર આવે છે. ચેમ્બરમાં 3 સેફ છે. જેમાં દરેકમાં કરોડોનાં બીજ રાખી શકાય છે. હાલમાં આ તિજોરીઓમાંથી માત્ર એક જ કામમાં લેવાી રહી છે.












Click it and Unblock the Notifications
