કૃષ્ણા કુમારી પાકિસ્તાન ની પહેલી દલિત મહિલા હિન્દૂ સેનેટર બની

Posted By:
Subscribe to Oneindia News

પાકિસ્તાનમાં પહેલીવાર દલિત મહિલા હિન્દૂ સેનેટર બની છે. કૃષ્ણા કુમારી કોહલી જેઓ એક દલિત હિન્દૂ મહિલા છે તેમને ઈલેક્શન જીતી ઇતિહાસ રચી દીધો છે. તેમને પાકિસ્તાનની પીપલ્સ પાર્ટીએ ટિકિટ આપી હતી. કૃષ્ણા કુમારી ખુબ જ ગરીબ પરિવાર થી આવે છે. તેઓ નાનપણમાં મજદુરી કરતી હતી. ત્યારપછી તેઓ માનવાધિકાર કાર્યકર્તા રૂપે પાકિસ્તાનમાં એક મોટા ચહેરા રૂપે ઉભરી આવી.

krishna kumari

ખુબ જ ગરીબ પરિવારમાં જન્મ

કૃષ્ણા કુમારીના સેનેટર બન્યા પછી બધા જ લોકો તેમને અભિનંદન આપી રહ્યા છે. પરંતુ એક વર્ગ એવો પણ છે જે તેનો વિરોધ કરી રહ્યો છે. જેમાં ફેમસ પત્રકાર હમિદ મીર પણ શામિલ છે. મીરે ટવિટ કરીને લખ્યું કે ગરીબ હિન્દૂ મહિલા પસંદ કરવામાં આવી છે જેનો શ્રેય બિલાવલ ભુટ્ટો ને જાય છે.

ત્રણ વર્ષ સુધી રહી બંધુવા મજુર

કૃષ્ણા કુમારી વિરુદ્ધ 12 ઉમેદવાર મેદાનમાં હતા જેમને હરાવી તે સેનેટમાં પહોંચી છે. આપણે જણાવી દઈએ કે કૃષ્ણા કુમારીની ખાલી 16 વર્ષ ઉમરમાં લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. ત્યારપછી વર્ષ 2005 માં તેમને સામાજિક કાર્ય કરવાનું ચાલુ કરી દીધું. કૃષ્ણા કુમારીને નાનપણમાં મજૂરી પણ કરવી પડી હતી. કૃષ્ણા કુમારી અને તેના પરિવારને બંધક બનાવવામાં આવ્યા હતા અને તેમની પાસે ત્રણ વર્ષ સુધી બંધુવા મજૂરી કરાવી હતી.

ભાઈ સાથે જોડાઈ સામાજિક કર્યોમાં

કૃષ્ણા કુમારી પોતાના ભાઈ સાથે સામાજિક કાર્યકર્તા રૂપે પીપીપી સાથે જોડાઈ. ત્યારપછી તેમના ભાઈને યુનિયન કાઉન્સિલ બેરોનો ચેરમેન પસંદ કરવામાં આવ્યા. આપણે જણાવી દઈએ કે પીપીપી એક એવી પાર્ટી છે જેમને બૅનર્જીન ભુટ્ટો સહિત ઘણી મહિલા રાજનેતા આપ્યા છે. દેશની પહેલી મહિલા પ્રધાનમંત્રી બૅનર્જીન ભુટ્ટો, પહેલી વિદેશ મહિલામંત્રી હિના રબ્બાની અને નેશનલ એસેમ્બલી પહેલી મહિલા સ્પીકર ફેહમિદા મિર્ઝા આ પાર્ટીથી આવે છે.

English summary
krishna kumari kohli becomes first hindu dalit senator of pakistan

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.