• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નવાઝ શરીફને ચૂંટણી જીવતા બદલ રાજનેતાઓએ અભિનંદન પાઠવ્યા

|
nawaz-sharif
ઇસ્લામાબાદ, 12 મે : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝે (પીએમએલ-એન)ને પાકિસ્તાન સામાન્ય ચૂંટણી 2013માં સ્પષ્ટ બહુમતી મળતા ચારે તરફથી અભિનંદન પાઠવતા ફોન કોલ્સ મળી રહ્યા છે.

નવાઝ શરીફને કાર્યકારી વડાપ્રધાન મીર હઝાર ખાન ખોસોનો અભિનંદન પાઠવતો ફોન કોલ આવી ગયો છે. તેમણે મત ગણતરી પહેલા જ 11 મે ના રોજ નવાઝ શરીફને અભિનંદન પાઠવી દીધા હતા. આ ઉપરાંત અફઘાનિસ્તાનના રાષ્ટરપતિ હામિદ કરઝાઇ અને ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહે પણ આજે ટેલિફોન પર નવાઝ શરીફને અભિનંદન પાઠવ્યા છે.

વર્ષ 1999માં લશ્કરે પાકિસ્તાનનું શાસન પોતાના હાથમાં લઇને નવાઝ શરીફને જેલમાં પૂરી દીધા બાદ ફરી એક વાર નવાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન બનશે તેવું સ્પષ્ટ જણાઇ રહ્યું છે. આ અંગે પીએમએલ-એનના પ્રવક્તા પરવેઝ રશીદે લાહોરમાં જણાવ્યું કે "અમે પ્રત્યેક રાજકીય પક્ષ અને વિવિધ સંબંધિત પક્ષોની સાથે ચર્ચા કરીને આતંકવાદને નિયંત્રિત કરી પાકિસ્તાનને સુરક્ષિત દેશ તરીકેનો માહોલ આપવા માટે એક રાષ્ટ્રીય નીતિ ઘડીશું. અમે દરેક પ્રદેશમાં જે તે પાર્ટીને માન આપીશું એને તેમને દેશના વિકાસમાં સાથે લઇશું."

નેશનલ એસેમ્બ્લીની બેઠકોની વાત કરીએ તો પીએમએલ-એનને 96, ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઇમરાન ખાનની પાર્ટી તહેરિક-એ-ઇન્સાફ (પીટીઆઇ)ને 24, રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ને 18, અપક્ષોને 12, એમક્યુએમને 16, જેયુએલ-એફને 3, જમાત એ ઇસલામીને 2, અને અન્યોને 5 બંઠકો મળી છે. જો કે આ પરિણામોની સત્તાવાર જાહેરત થવાની હજી બાકી છે.

ઉલ્લેખનીય છે કે નેશનલ એસેમ્બ્લીમાં કુલ 342 જેમાંથી 268 બેઠકો માટે ચૂંટણી યોજાઇ છે. જ્યારે ચાર પ્રાંતીય વિધાનસભાની મળીને કુલ 728 બેઠકો ઉપર પણ ચૂંટણી યોજાઇ છે. પોતાને મળી રહેલી બહુમતી જોઇને નવાઝ શરીફે પાકિસ્તાનના લાહોરમાં આવેલા પોતાના નિવાસસ્થાનની બાલ્કનીમાં આવીને પોતાના હજારો સમર્થકોને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે "હું આપ સૌનો આભાર માનીને કહેવા માંગુ છું કે ચૂંટણી દરમિયાન મેં કે મારા કોઇ પણ નેતાએ આપેલા વાયદાને અમે પૂરા કરીશું."

ઉલ્લેખનીય છે કે આ પહેલા નવાઝ શરીફ નવેમ્બર 1990થી જુલાઇ 1993, ફેબ્રુઆરી 1997થી ઓક્ટોબર 1999 દરમિયાન બે વાર દેશના વડાપ્રધાન રહી ચૂક્યા છે. જો કે બંનેવાર નવાઝ શરીફની સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરી શકી ન હતી. તત્કાલીન સેના પર્મુખ પરવેઝ મુશર્રફે 1999માં નવાઝની સરકાર ઉથલાવી દીધી હતી. તેમને દેશ નિકાલ કરી સાઉદી અરબ મોકલી દીધા હતા. હવે નવાઝ શરીફ એવા સમયે દેશના વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે જ્યારે દેશ ભ્રષ્ટાચાર, ખરાબ શાસન, નબળી અર્થવ્યવસ્થા, આતંકવાદ જેવી અતિ ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.

English summary
Leaders congratulate Nawaz on winning elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more