માદલિવના લોકોએ જોયું હતું મલેશિયાનું લાપતા વિમાન!
માલે, 19 માર્ચઃ મલેશિયાના લાપતા વિમાનને લઇને દરરોજ એક અનોખી સ્ટોરી સામે આવી રહી છે. આ વખતે એવા સમાચાર મળ્યા છે કે, મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટ MH370 લાપતા થયું તે પહેલા માદલિવના આઇલેન્ડ પાસે જોવા મળ્યું હતું. માલદિવિયન ન્યૂઝ વેબસાઇટ હાવીરુના અહેવાલ અનુસાર માલવિદવ્સ આઇલેન્ડના રેહવાસીઓએ એક લો ફ્લાઇંગ પ્લેન જોયું હતું. માદલિવ્સ આઇલેન્ડના કુડા હુવાધૂના રેહવાસીઓએ 8 માર્ચે સવારે 6.15 વાગ્યાના સુમારે એક લો ફ્લાઇંગ વિમાન જોયું હતું.

નોંધનીય છેકે, મલેશિયા એરલાઇન્સનું વિમાન MH370 8 માર્ચના રોજ 239 મુસાફરોને લઇને કુઆલા લમ્પુરથી બેઇજિંગ જઇ રહ્યું હતું, જે દરમિયાન તે લાપતા થઇ ગયું છે. આ વિમાનને છેલ્લા 11 દિવસથી શોધવામાં આવી રહ્યું છે અને તેની ભાળ મેળવવા માટે 26 દેશો દ્વારા શોધખોળ આદરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
