પાકિસ્તાનની કોર્ટમાં પરવેજ મુશર્રફ પર ફેકાયું જૂતું!

છેલ્લા પાંચ વર્ષ બાદ દેશવટો ભોગવીને વિવાદો અને ધમકીઓની વચ્ચે સ્વદેશ પરત ફરેલા ભૂતપૂર્વ લશ્કરી શાસક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ શુક્રવારે કરાચીમાં આવેલી સિંધ હાઇકોર્ટમાં પેશી માટે હાજરી આપવા આવ્યા હતા. આ દરમિયાન કોર્ટ પરિસરમાં ભારે ભીડ હતી, આ ઘટના દરમિયાન પરિસરમાં મીડિયાની પણ ઉપસ્થિતિ હતી.
જ્યારે મુશર્રફ કોર્ટમાં હાજરી આપવા જઇ રહ્યા હતા, દરમિયાનમાં કોઇ અજાણ્યા શખ્શે તેમના તરફ ચપ્પલ ફેંક્યું હતું. જોકે મુશર્રફ દૂર હોવાના કારણે તેમને પર વાગ્યું ન્હોતું. પોલીસે આ વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરી લીધી છે અને તેની સામે કાર્યવાહી કરી રહી છે. માનવામાં આવે છે કે આ વ્યક્તિ તેમનો વિરોધી હોય શકે અને તેણે આ રીતે મુશર્રફ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.












Click it and Unblock the Notifications
