For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મ્યાનમારમાં સૈન્ય શાસન વિરુદ્ધ જનતાનું પ્રદર્શન, ઇન્ટરનેટ બંધ

મ્યાનમારમાં સૈન્ય શાસન વિરુદ્ધ જનતાનું પ્રદર્શન, ઇન્ટરનેટ બંધ

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
પ્રદર્શનકારી નાગરિકો

આ અઠવાડિયે મ્યાનમારની સેનાએ દેશમાં તખતાપલટો કરી સત્તાનો દોર પોતાના હાથમાં લઈ લીધો હતો. જેની સામે વિરોધ વ્યક્ત કરવા માટે મ્યાનમારના મુખ્ય શહેર યંગૂનમાં સેંકડો લોકો દ્વારા પ્રદર્શન કરાયું હતું.

દેશ પર સૈન્ય શાસન આવ્યા બાદ યોજાયેલ આ સૌથી લાંબી અવધિનું પ્રદર્શન હતું. પ્રદર્શનમાં સામેલ થનારા લોકો “મિલિટરી ડિક્ટેટર, ફેઇલ, ફેઇલ: ડેમૉક્રૅસી વિન વિન”ના નારા લગાવી રહ્યા હતા.

પ્રદર્શનકારીઓ દ્વારા ચૂંટાયેલાં નેતા આંગ સાન સૂ ચી અને અન્ય નેતાઓ જેમની ધરપકડ થઈ છે, તેમને છોડી મૂકવાની માગણી કરાઈ રહી હતી.

મ્યાનમારમાં વિરોધપ્રદર્શન

સોશિયલ મીડિયાની મદદથી લોકો એકઠા ન થઈ શકે તે હેતુથી સોશિયલ મીડિયા પણ બંધ કરી દેવાયું છે. તેમ છતાં પ્રદર્શનકારીઓએ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.

શુક્રવારે સાંજે દેશના મુખ્ય ઇન્ટરનેટ પ્રોવાઇડર ટેલીનોરે એ વાતની પુષ્ટિ કરી હતી કે તેમને આગામી સૂચના ન અપાય ત્યાં સુધી ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામનો યુઝર્સ ઉપયોગ ન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવા જણાવ્યું છે.

તખતાપલટાની આગેવાની કરનારાઓએ ગુરુવારે 'સ્થિરતા’ની વાત કરીને ફેસબુક બ્લોક કરી દીધું હતું.

શનિવારે દેશમાં ઇન્ટરનેટ પર સંપૂર્ણ પાબંદીના અહેવાલ સામે આવ્યા હતા. જોકે તેની પુષ્ટિ થઈ શકી નહોતી.

આંગ સાન સૂ ચીના વકીલ અનુસાર તેમને હાઉસ અરેસ્ટમાં રાખવામાં આવ્યાં છે.


તખતાપલટ બાદ મહત્ત્વના નેતાઓની ધરપકડ

NLDનાં વિન હિટેન (ડાબે) અને આંગ સાન સૂ ચીની(જમણે) સૈન્ય દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

શુક્રવારે સેનાએ આંગ સાન સૂ ચીના પક્ષ નેશનલ લીગ ફૉર ડેમૉક્રેસી (એનએલડી)ના નેતા વિન હિટેનની ધરપકડ કરી છે.

79 વર્ષના વિન હિટેન એનએલડીના મહત્ત્વના નેતા છે અને તેઓ આંગ સાન સૂ ચીના મોટા સમર્થક છે.

હિટેનની શુક્રવાર સવારે યાન્ગૂનસ્થિત તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.

બીબીસી સાથે વાત કરતાં હિટેને જણાવ્યું કે સેના અને પોલીસ અધિકારીઓ તેમને પાટનગર રંગૂન લઈ જઈ રહ્યા છે.

તેમણે કહ્યું કે, "રાજદ્રોહના કાયદા હેઠળ તેમની અટકાયત કરવામાં આવી છે. રાજદ્રોહના ગુનામાં મહત્તમ આજીવન કેદની સજા આપવામાં આવે છે. જોકે હજુ સુધી તેમની પર જે આરોપ લગાવવામાં આવ્યા છે તેની કોઈ માહિતી તેમને આપવામાં આવી નથી."

"આટલા દિવસોથી હું જે કહી રહ્યો છું એ તેમને પસંદ નથી. મારા શબ્દોથી તેઓ ડરી ગયા છે."

જ્યારથી સેના દ્વારા તખતાપલટો કરવામાં આવ્યો છે ત્યારથી હિટેન સતત ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે, જેમાં તેઓ તખતાપલટા માટે સેના અને સેનાના નેતા મિન આંગ લિયાન્ગની ટીકા કરે છે.

થોડા દિવસો પહેલાં સ્થાનિક મૅગેઝિન ફ્રન્ટિયરને આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂમાં હિટેને જણાવ્યું હતું કે તાત્માદો અથવા મ્યાનમારના આર્મ્ડ ફોર્સિર્સ દ્વારા તખતાપલટો થવાના કારણે બદનામી થશે.

"તખતાપલટો કરવાથી એ સાબિત થાય છે કે તેઓ બુદ્ધિશાળી નથી અને ટૂંકી માનસિકતા ધરાવે છે. 1962માં જનરલ વિને તખતપલટો કર્યો હતો તેનો મને અનુભવ છે. તખતપલટાના કારણે

મ્યાનમારની અર્થવ્યવસ્થાને 26 વર્ષ સુધી સહન કરવું પડ્યું છે."

https://twitter.com/bbcnewsgujarati/status/1356859149922009088

ફેસબુકને ત્રણ દિવસ સુધી બ્લૉક કરાયું

વાસણ વગાડવાં અને ત્રણ આંગળીઓનો ઉપયોગ કરીને અપાતી સલામી એ તખતાપલટાના વિરોધનાં નિશાન છે.

ચૂંટાયેલી સરકારને ઊથલાવી દીધા બાદ મ્યાનમારની સેનાએ દેશમાં ફેસબુક બ્લૉક કરી દીધું છે.

મ્યાનમારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું છે કે 7 ફેબ્રુઆરી સુધી દેશમાં ફેસબુકને બ્લૉક કરી નાખવામાં આવ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું કે દેશમાં 'સ્થિરતા જળવાઈ રહે' તે માટે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મને બ્લૉક કરવામાં આવ્યું છે અને લોકો તેનો ઉપયોગ કરી શકશે નહીં.

મ્યાનમારમાં ઘણા લોકો માત્ર ફેસબુક મારફતે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. મ્યાનમારમાં તખતાપલટા બાદ સેનાની કાર્યવાહીનો વિરોધ કરી રહેલા લોકો માટે ફેસબુક એક મોટું પ્લૅટફોર્મ બની ગયું છે.

મ્યાનમારની કુલ વસતિમાં 53 મિલિયન લોકો ફેસુબકનો ઉપયોગ કરે છે. એટલે કે અડધી વસતિ ફેસબુક વાપરે છે. તખતાપલટા સામે વિરોધ કરી રહેલા લોકોને સર્મથન આપવા માટે ઍક્ટવિસ્ટો દ્વારા ફેસબુક પર પેજ બનાવવામાં આવ્યું છે.

મોંઘા ટેલિકૉમ ચાર્જને બચાવવા માટે મ્યાનમારમાં ફેસબુક પોતાની ઍપને કોઈ પણ ડેટા ખર્ચ વગર ઉપયોગ કરવાની છૂટ આપે છે.

મ્યાનમારની સૈન્ય સત્તા દ્વારા કરવામાં આવેલ આ કાર્યવાહીની ફેસબુકે પુષ્ટી કરી છે. ફેસબુકે સરકારને અપીલ કરી કે તેઓ ઇન્ટરનેટ સેવા શરૂ કરે જેથી લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે સંપર્ક કરી શકે અને મહત્ત્વની માહિતી મેળવી શકે.

મ્યાનમારના આર્મ્ડ ફોર્સિસના વડા મિન આંગ લિયાન્ગ દ્વારા તખતાપલટો કરવામાં આવ્યો છે. લિયાન્ગે દેશમાં એક વર્ષ સુધી કટોકટી લાદી દીધી છે.

નવેમ્બર 2020માં મ્યાનમારમાં ચૂંટણીઓ થઈ હતી જેમાં નૅશનલ લીગ ફૉર ડેમૉક્રસી પાર્ટીએ ભારે અંતરથી જીત હાંસલ કરી હતી. સેનાનો દાવો છે કે ચૂંટણી પ્રક્રિયામાં ગરબડ થઈ છે


મ્યાનમારમાં તખતાપલટો : આંગ સાન સૂ ચી સામે કેસ નોંધવામાં આવ્યા, 15મી સુધી હિરાસતમાં રહેશે

https://www.youtube.com/watch?v=gW2nMW9BXdk

સોમવારે મ્યાનમારની સેના દ્વારા તખતાપલટો કર્યા બાદ બુધવારે મ્યાનમારની પોલીસે ચૂંટાયેલાં નેતા આંગ સાન સૂ ચી સામે વિવિધ આરોપો હેઠળ કેસો નોંધ્યા હતા.

પોલીસ મુજબ સૂ ચીને 15 દિવસની કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યાં છે. પોલીસે દ્વારા સૂ ચી સામે જે વિવિધ આરોપો મૂકવામાં આવ્યા છે તેમાં આયાત-નિકાસના કાયદાનો ભંગ કરવાનો અને ગેરકાયદેસર કૉમ્યુનિકેશનનાં સાધનો વસાવવાનો આરોપ પણ સામેલ છે.

આંગ સાન સૂ ચી ક્યાં છે તેની કોઈ સત્તાવાર માહિતી સૈન્ય દ્વારા આપવામાં આવી નથી પરતું માનવામાં આવી રહ્યું છે કે સૂ ચીને નાય પી ટોસ્થિત તેમના ઘરમાં નજરકેદમાં રાખવામાં આવ્યાં છે.

પોલીસ દસ્તાવેજો મુજબ બરતરફ કરવામાં આવેલા રાષ્ટ્રપતિ વિન મ્યિંટ સામે પણ આરોપ મૂકવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ સામે આરોપ છે કે કોરોના વાઇરસ રોગચાળામાં લોકોને એકઠા કરવાની મનાઈ હોવા છતાં તેમણે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેમને પણ બે અઠવાડિયાં માટે પોલીસ રિમાન્ડમાં મોકલી આપવામાં આવ્યા છે.


આરોપો શું છે?

https://www.youtube.com/watch?v=789NVGh-CQU

આંગ સાન સૂ ચી અને રાષ્ટ્રપતિ વિન મ્યિંટ સામે પોલીસે જે આરોપો મૂક્યા છે તેની માહિતી ફર્સ્ટ ઇન્ફૉર્મેશન રિપોર્ટ (એફઆઇઆર) માં છે. પોલીસે એફઆઇઆર કોર્ટમાં જમા કરાવી છે.

એફઆઇઆરમાં આંગ સાન સૂ ચી પર આરોપ છે કે તેમને ગેરકાયદેસર રીતે કૉમ્યુનિકેશનનાં સાધનો – વૉકી-ટૉકી આયાત કરી છે અને તેનો ઉપયોગ કર્યો છે. આ સાધનો નાય પી ટો સ્થિત તેમના ઘરમાં મળી આવ્યાં છે.

પોલીસના દસ્તાવેજો અનુસાર સાક્ષીઓની પૂછપરછ કરવા માટે, પુરાવાઓ મેળવવા માટે અને કાનૂની મદદ મેળવવા માટે સૂ ચીને કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યાં છે.

વિન મ્યિંટ સામે નૅશનલ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ કાયદાનો ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કોવિડ પ્રતિબંધો હોવા છતાં સમર્થકોને મળવા માટે 220 ગાડીઓને કાફલો લઈ જવાનો તેમના પર આરોપ છે.

જ્યારથી સેનાએ તખતાપલટો કર્યો છે ત્યારથી આંગ સાન સૂ ચી અને રાષ્ટ્રપતિ વિન મ્યિંટ એક વખત પણ જાહેરમાં આવ્યાં નથી.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=AOx-6HJq5GQ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Mass demonstration against military rule in Myanmar, internet shut down
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X