For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

POKમાં પાકિસ્તાનનો ભારે વિરોધ, રસ્તા પર ઉતર્યા લોકો

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પી.ઓ.કે.) ના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં પાકિસ્તાની સૈન્ય અને સરકાર સામે લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો છે. હુન્ઝા વિસ્તારમાં હજારો સ્થાનિક લોકોએ પાકિસ્તાની સૈન્ય અને સરકાર વિરુ

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પી.ઓ.કે.) ના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં પાકિસ્તાની સૈન્ય અને સરકાર સામે લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો છે. હુન્ઝા વિસ્તારમાં હજારો સ્થાનિક લોકોએ પાકિસ્તાની સૈન્ય અને સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધીઓની માંગ જેલમાં બંધ રાજકીય કાર્યકરોને તુરંત જ મુકત કરાવવાનો હતો જેમને જેલની અંદર 2011 થી ખોટા આરોપસર મુકવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ રાજકીય કાર્યકરોને તોફાનો અને જાહેર સંપત્તિને નુકસાન કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

Pakistan

જેલમાં બંધ લોકોમાં આવામી વર્કર્સ પાર્ટીના નેતા બાબા જાનનો સમાવેશ થાય છે. જેમના પર આરોપ છેકે પોલીસ ફાયરિંગમાં એક વ્યક્તિ અને તેના બાળકની મૃત્યુ પછી હિંસક ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ રાજકારણીઓને આતંકવાદ વિરોધી અદાલતે સજા સંભળાવી હતી. ગઈકાલે વિરોધીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. યહ તો દહેશતગર્દી હૈ, ઇસકે પીછે વર્દી હૈ, ના નારા લગાવતા સૂત્રોચ્ચાર કર્યા હતા.

9 વર્ષ પહેલા હુન્ઝા નદીના પૂરને કારણે ઘણા લોકો બેઘર અને નિરાધાર થઈ ગયા હતા. આ બધાએ દર્શાવ્યું હતું કે પોલીસે ભીડને કાબૂમાં રાખવા માટે ગોળીબાર કર્યો હતો, જેમાં એક માણસ અને તેના બાળકની મોત થયું. હત્યા બાદ આ વિસ્તારમાં વિરોધ પ્રદર્શનનો માહોલ છવાયો હતો. પોલીસે દેખાવો રોકવા માટે બાબા જાન જેવા ઘણા સ્થાનિક વડીલોની ધરપકડ કરી હતી, પરંતુ થોડા સમય પછી પીઓકે પોલીસે મોટાભાગના લોકોને મુક્ત કર્યા હતા. આવતીકાલે તેમની મુક્તિ માટે વિરોધ કરી રહેલા 14 કાર્યકરો જેલમાં છે.

આ પણ વાંચો: ચીન સાથે ટેંશન વચ્ચે સુખોઇથી ડીઆરડીઓની રૂદ્રમ મિસાઇલનું સફળ પરિક્ષણ

English summary
Massive opposition to Pakistan in POK, people took to the streets
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X