For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીએ વ્યક્ત કરી અપહરણની શંકા, કહ્યુ - ગુયાના લઈ જવામાં આવી શકે છે

ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીએ પોતાનુ અપહરણ થવાની શંકા વ્યક્ત કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીએ પોતાનુ અપહરણ થવાની શંકા વ્યક્ત કરી છે. મેહુલ 23 મે, 2021ના રોજ રાતે ડિનર બાદ એંટીગુઆથી ગાયબ થઈ ગયો હતો ત્યારબાદ તે ડોમનિયામાં પકડાઈ ગયો હતો. વળી હવે મેહુલ ચોક્સીને ડર લાગી રહ્યો છે કે ક્યાંક તેનુ ફરીથી અપહરણ કરવામાં ન આવે અને તેને ગુયાના લઈ જવામાં આવે. ગુયાના તેને ગેરકાયદે અને અયોગ્ય રીતે લઈ જવામા આવી શકે છે.

mehul choksi

ગુયાના લઈ જવામાં આવી શકે

એએનઆઈ સાથે એક વિશે ઈન્ટરવ્યુમાં ચોક્સીએ કહ્યુ કે મારુ એક વાર ફરીથી બળજબરીથી અપહરણ કરવામાં આવી શકે છે અને ગુયાના લઈ જવામાં આવી શકે છે જ્યાં એક મોટી સંખ્યામાં ભારતીયો છે જેમનો ઉપયોગ મને ગેરકાયદે અને અયોગ્ય રીતે દૂર કરવા માટે કરવામાં આવી શકે છે. મેહુલે આરોપ લગાવીને કહ્યુ કે હું વર્તમાનમાં એંટીગુઆમાં પોતાના ઘરની સીમા સુધી જ સીમિત છુ, મારી તબિયત ખરાબ રહે છે માટે હું ક્યાંય જઈ શકતો નથી અને મારા ભારતીય બંધુઓના હાથે મને જે દર્દનાક અનુભવ થયો તેના કારણે મારી સ્થિતિ ખરાબ થઈ ગઈ છે.

ઘરમાંથી બહાર સુધી નીકળવામાં અસમર્થ

ભાગેડુ મેહુલએ કહ્યુ કે મારુ માનસિક આરોગ્ય ખૂબ ખરાબ છે માટે હું મદદ માંગી રહ્યો છુ કારણકે હું સતત ડરમાં જીવીને ભસ્મ થઈ ગયો છે. છેલ્લા અમુક મહિનાઓમાં પોતાના અનુભવોના શોકથી સ્તબ્ધ છુ. હું પોતાના ડૉક્ટરોની સલાહ છતાં પોતાના ઘરમાંથી બહાર પગ મૂકી શકવા માટે અસમર્થ અનુભવુ છુ અને હું હવે દરેક કિંમતે લાઈમલાઈટથી બચવા માંગુ છુ. મારી ખરાબ તબિયત મને જવા અને કંઈ પણ કરવાની મંજૂરી આપતી નથી.

કેસમાં પોતાની જીતની વ્યક્ત કરી આશા

મેહુલે કહ્યુ કે મારા વકીલ એંટીગુઆ અને ડોમિનિકા બંનેમાં કેસ લડી રહ્યા છે અને મને પૂરો વિશ્વાસ છે કે હું વિજયી થઈશ કારણકે હું એક એંટીગુઆન નાગરિક છુ, જેને મારી ઈચ્છા વિરુદ્ધ એક એલગ દેશમાં અપહરણ અને મારી ઈચ્છા વિરુદ્ધ લઈ જવામા આવ્યો હતો. આ રેકૉર્ડની વાત છે કે અમુક સરકાર મારી ઉપસ્થિતિને સુરક્ષિત કરવા માટે કઈ હદ સુધી જવા માટે તૈયાર છે પરંતુ હું રાષ્ટ્ર મંડળ દેશોની કાયદા વ્યવસ્થામાં પૂર્ણ વિશ્વાસ રાખુ છુ અને મને વિશ્વાસ છે કે અંતમાં ન્યાય થશે.

English summary
Mehul Choksi expressed the possibility of kidnapping, said - can be taken to Guyana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X