For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Miss Universe 2020: મેક્સિકોની એંડ્રિયા મેજા બની મિસ યુનિવર્સ, ટૉપ-5માં ભારતે પણ બનાવી જગ્યા

મિસ યુનિવર્સની 69મી આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધામાં મેક્સિકોની એંડ્રિયા મેજાએ જીતીને મિસ યુનિવર્સનો ખિતાબ પોતાના નામે કરી દીધો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મિસ યુનિવર્સની 69મી આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધામાં મેક્સિકોની એંડ્રિયા મેજાએ જીતીને મિસ યુનિવર્સનો ખિતાબ પોતાના નામે કરી દીધો છે. પૂર્વ મિસ યુનિવર્સ જોજિબિની ટુંજીએ તેને મિસ યુનિવર્સનો તાજ પહેરાવ્યો. 69મી મિસ યુનિવર્સનુ ગ્રાન્ડ ફિનાલે ફ્લોરિડાના સેમિનોલ હાર્ડ રૉક હોટલ એન્ડ કસીનોમાં આયોજિત કરવામાં આવ્યુ હતુ. ટૉપ-3માં બ્રાઝિલની જુલિયા ગામા, પેરુની જેનિક મેકેટા અને મેકિસકોની એંડ્રિયા મેજા પહોંચી હતી. જેમાંથી મેક્સિકોની એંડ્રિયા મેજા મિસ યુનિવર્સ 2020નો ખિતાબ જીતી ગઈ. વળી, બ્રાઝિલની જુલિયા ગામા ફર્સ્ટ રનરઅપ રહી. પેરુની જેનિક મેકેટા સેકન્ડ રનર અપ રહી. ભારતની 22 વર્ષીય એડલિન કાસ્ટલિનો થર્ડ રનર અપ રહી. ડોમિનિકન રિપલ્બિકની કિમ્બર્લી પેરેજ ફોર્થ રનર અપ રહી છે.

Miss Universe 2020

73 દેશોની મૉડલને એંડ્રિયા મેજાએ પાછળ છોડી

ઈન્ટરનેશનલ બ્યુટી કૉન્ટેસ્ટ મિસ યુનિવર્સ 2020નો ખિતાબ પોતાના નામે કરાવવા માટે મેક્સિકોની એંડ્રિયા મેજાએ દુનિયાભરની 73 અન્ય સુંદર મહિલાઓ સાથે સ્પર્ધા કરી. જેમાં મિસ ઈન્ડિયા એડલિન કાસ્ટલિનોને પણ એક મજબૂત દાવેદાર માનવામાં આવી રહી હતી.

ફાઈનલ રાઉન્ડમાં એંડ્રિયા મેજાને કોરોના વિશે સવાલ પૂછવામાં આવ્યા

મિસ યુનિવર્સના ગ્રાન્ડ ફિનાલેમાં પણ કોરોના વાયરસ મહામારી વિશે બધાને ચિંતા છે. આ જ કારણ હતુ કે ઈન્ટરનેશનલ બ્યૂટી કૉન્ટેસ્ટના ફાઈનલ રાઉન્ડમાં એંડ્રિયા મેજાને કોરોના વાયરસ સાથે જોડાયેલ સવાલ પૂછવામાં આવ્યો હતો. સવાલ હતો - જો તમે દેશના નેતા હોત તો કોરોના મહામારી સામે કેવી રીતે લડત?

મંત્રીઓની ધરપકડના વિરોધમાં CBI ઑફિસ પહોંચ્યા CM મમતામંત્રીઓની ધરપકડના વિરોધમાં CBI ઑફિસ પહોંચ્યા CM મમતા

હું શરુઆતમાં જ લૉકડાઉન લગાવી દેતઃ એંડ્રિયા મેજા

આ સવાલનો જવાબ આપતા એંડ્રિયા મેજાએ કહ્યુ, 'મારુ માનવુ છે કે કોરોના જેવી મહામારી સામે લડવા અને આનાથી સંપૂર્ણપણે બહાર નીકળવાની કોઈ ચોક્કસ રીત નથી. જો કે સૌથી પહેલુ કામ લૉકડાઉન હોત. હું સ્થિતિ આઉટ ઑફ કંટ્રોલ થતા પહેલા જ લૉકડાઉન લગાવી દેત. જેથી વધુને વધુ લોકોની જિંદગી બચાવી શકાય. આપણે લોકોને જીવ ગુમાવતા ન જોઈ શકીએ અને એ અફૉર્ડ પણ ન કરી શકીએ, માટે મે શરૂઆતથી જ સ્થિતિને સંભાળવાની કોશિશ કરી હોત.'

English summary
Miss Universe 2020: Miss Mexico Andrea Meza gets the crown Miss india Adeline Castelino in top 5
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X