નાઈટ પાર્ટી, કોકીન, દારૂ અને સેક્સના ચક્કરમાં મોડલે જીવ ગુમાવ્યો, નગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો
તસવીરોમાં તમે જે મોડલને જોઈ રહ્યા છે તેનું નામ ઓલ્યા લેગિંલે (18) છે અને રહસ્યમય પરિસ્થિમાં મૃત્યુ પામી છે. ભારતીય અમેરિકન ડૉક્ટરના અપાર્ટમેન્ટમાંથી મોડલની લાશ મળી આવી છે.
નવી દિલ્હીઃ તસવીરોમાં તમે જે મોડલને જોઈ રહ્યા છે તેનું નામ ઓલ્યા લેગિંલે (18) છે અને રહસ્યમય પરિસ્થિમાં મૃત્યુ પામી છે. ભારતીય અમેરિકન ડૉક્ટરના અપાર્ટમેન્ટમાંથી મોડલની લાશ મળી આવી છે. આ દુર્ઘટના છે કે હત્યા તે અંગે હજુ કંઈ કહી શકાય તેમ નથી પરંતુ પોલીસ માને છે કે ડ્રગના ઓવરડોઝને કારણે મૃત્યુ થયું હોય શકે. પોલીસને આશંકા છે કે મૃત્યુ પહેલાં મોડલે આખી રાત પાર્ટી કરી હતી. દારૂ અને કોકિનનો ભયંકર નશો કર્યો હતો અને બાદમાં ડૉક્ટર સાથે બળજબરીથી શારીરિક સંબંધ બનાવ્યા હતા. જો કે ઓલ્યાના પરિજનો અને મિત્રોનું માનવું છે કે ડૉક્ટરે જબરદસ્તી કરી હતી. તમને જણાવી દઈએ કે મોડલ અે ડૉક્ટરની મુલાકાત સ્પોર્ટ્સ બારમાં થઈ હતી અને ત્યાં દારૂ પીધા બાદ તે ઓલ્યાના લઈને પોતાના અપાર્ટમેન્ટમાં આવી ગયો હતો. હાલ પોલીસે ઓલ્યાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આ મામલાની તપાસ હાથ ધરી છે. ડૉક્ટરની ઓળખ નવલ પારેખ તરીકે થઈ છેઅને તે બ્રોવર્ડ હેલ્થના ઈમરજન્સી રૂમમાં કામ કરે છે.

બેડ પર નગ્ન હાલતમાં પડ્યો હતો મોડલનો મૃતદેહ
આ મામલાની તપાસ કરી રહેલી ટીમને ડૉક્ટરે જણાવ્યું કે બંનેએ ડ્રગ્સ લીધા બાદ આખી રાત પાર્ટી કરી હતી. પરંતુ સવારે જ્યારે તેઓ ઉઠ્યા તો ઓલ્યા મૃત હાલતમાં પડી હતી. જો કે 3 વાગ્યાની આસપાસ તેણે ઓલ્યાના ખરાટાનો અવાજ પણ સાંભળ્યો હતો. પરંતુ જ્યારે એની ઊંઘ ખુલી ત્યારે ઓલ્યા જીવિત ન હતી. ત્યારે ડૉક્ટર નવલે પોલીસને ફોન કર્યો. ઘટના સ્થળેથી પોલીસને કેટલીય કોકેન ડ્રગની બેગ મળી અને મોડલની લાશ નગ્ન હાલતમાં પડી હતી.

મોડલના પરિજનોએ લગાવ્યો આરોપ
આ મામલાના લઈને પોલીસે ઓવરડોઝના કારણે મોડલનું મૃત્યુ થયું હોવાની આશંકા જતાવી છે, જો કે ઓલ્યાના પરિવારજનો અને મિત્રોનું માનવું છે કે ડોક્ટરે તેની સાથે જબરદસ્તી કરી હતી. જણાવી દઈએ કે ઓલ્યા પાર્ટીની દિવાની હતી જેનો અંદાજો તેના ફેસબુક અકાઉન્ટ પર શેર કરેલી તસવીરો પરથી લગાવી શકાય છે.

રશિયાની રહેવાસી છે ઓલ્યા
જાણકારી મુજબ ઓલ્યા લૈંગિલે રશિયન છે, જ્યારે આ ઘટના ફ્લોરિડામાં બની છે. પોલીસનું કહેવું છે કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને રિપોર્ટ આવ્યા બાદ જ તસવીર સ્પષ્ટ થશે. હાલ ડૉક્ટરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
