• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Live Video : કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સમાં નરેન્દ્ર મોદીનું ભાષણ

|

ન્યુ યોર્ક, 29 સપ્ટેમ્બર : આજે અમેરિકાની ટોચની કંપનીઓના સીઇઓ સાથે બ્રેકફાસ્ટ મીટિંગ કર્યા બાદ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને અમેરિકાના પૂર્વ રાજ્ય સચિવ હિલેરી ક્લિન્ટનને મળ્યા હતા.

ત્યાર બાદના કાર્યક્રમ અનુસાર તેઓ Council on Foreign Relations (CFR - કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ)માં સંબોધન કરવા પહોંચ્યા હતા.

તેમનુ ભાષણ લાઇવ વાંચવા માટે પેજ રિફ્રેશ કરતા રહો...

નરેન્દ્ર મોદીનું ભાષણ

Council on Foreign Relations (CFR - કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ) દ્વારા જે પરંપરા શરૂ કરવામાં આવે છે તેના માટે હું પ્રશંસા કરવા માંગુ છું. આ મંચ પર અત્યાર સુધીમાં પાંચ ભારતીય વડાપ્રધાનો પોતાનું ભાષણ આપી ચૂક્યા છે. હું છઠ્ઠો ભારતીય વડાપ્રધાન છું.

છેલ્લા 30 વર્ષો બાદ ભારતમાં પૂર્ણ બહુમતવાળી સરકાર બનીને આવી છે. પ્રથમવાર ભારતમાં એવી વ્યક્તિને વડાપ્રધાન બનવાની તક મળી છે જે આઝાદ ભારતમાં જન્મ્યા છે. અત્યાર સુધીના અન્ય વડાપ્રધાન બ્રિટિશ કાળમાં જન્મ્યા છે.

વર્ષ 2014ની ચૂંટણીઓમાં અમારું ધ્યાન ગુડ ગવર્નન્સ અને વિકાસ પર કેન્દ્રીત હતું. અમે એવા નાના મુદ્દાઓ ઉઠાવ્યા જે સામાન્ય જન માટે મહત્વના હતા, પરંતુ તેમને અત્યાર સુધીની સરકારોએ વ્યવસ્થિત રીતે ઉકેલ્યા ન હતા.

લોકોએ અમને એટલા માટે આવકાર્યા છે કારણ કે યુવાનોની વિચારધારા બદલાઇ છે. આટલો મોટો દેશ ચલાવવા માટે પરંપરા, સંસ્કૃતિ, નિયમો, હેરાર્કી વગેરે મોટા પડકાર છે. આ કારણે સ્થિર સરકાર બનવી એ ઘણી મોટી વાત છે.

હું જ્યારે પણ ગુડ ગવર્નન્સની વાત કરું છું ત્યારે તેનો અર્થ મિનિમમ ગવર્નમેન્ટ એન્ડ મેક્સિમમ ગવર્નમેન્ટ હોય છે.

ભારતમાં અત્યારે મીડલક્લાસની સમસ્યાઓ સૌથી વધારે છે. આ કારણે મારો પ્રયાસ તમામ સરકારી પ્રક્રિયાઓને સરળ અને ઝડપી બનાવવાનો છે. અમે પારદર્શિતા અને ઇ ગવર્નન્સ પર ધ્યાન આપી રહ્યા છીએ.

પોતાની ઇચ્છાપૂર્તિ માટે લોકો સરકારને પસંદ કરે છે. તેમની ઇચ્છાપૂર્તિ માટે સરકારે કામ કરવાનું હોય છે. ભારતના નાગરિકોને માટે અમારે એવી તક ઉભી કરવાની છે જેના કારણે તેમનો વિશ્વાસ અમને મળતો રહે.

અમે અમારા દેશને ત્રણ પાયા કૃષિ, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસથી આગળ વધારવા માંગીએ છીએ. આ માટે ઝીરો ડિફેક્ટ, ઝીરો ડિફેક્ટ પર ભાર મુક્યો છે. આજે દુનિયાના લોકો ભારતમાં એટલા માટે ઉત્પાદન કરવા આવે છે કારણ કે અહીં ઉત્પાદન ખર્ચ ઓછો છે.

અમે નાના વ્યવસાયો દ્વારા જોબ ક્રિએટર્સ તૈયાર કરવા માંગીએ છીએ. જેના કારણે નાના નાના ઉદ્યોગો વિકસે અને રોજગાર ઉપલબ્ધ બને. આ દિશામાં અમે કામ કરવા માંગીએ છીએ.

આપને જાણીને આનંદ થશે કે અમે સફળતાપૂર્વક મંગળયાન તૈયાર કર્યું છે. તેના વિવિધ ભાગ દેશના અલગ અલગ ભાગમાં બન્યા છે. તેને જોડીને ઇસરોના સ્પેસ સાયન્ટિસ્ટે મંગળયાન તૈયાર કર્યું છે. તેના આધારે અમે અત્યંત ઓછા ખર્ચે મંગળયાન તૈયાર કર્યું છે. આ યાન હોલિવુડની ફિલ્મ કરતા પણ ઓછા ખર્ચે તૈયાર થયું છે. ભારત વિશ્વનો પ્રથમ દેશ છે જેણે પહેલા પ્રયાસે સફળ રીતે મંગળયાન છોડ્યું છે.

અમે ટેલેન્ટ અને લો કોસ્ટ મેન્યુફેક્ચરિંગનો પરિચય દુનિયાને આપ્યો છે. આ રેડી ટેસ્ટ છે. અમે મેક ઇન ઇન્ડિયા, લેબર રિફોર્મ અને લો કોસ્ટ મેન્યુફેક્ચરિંગમાં ધ્યાન આપીએ છીએ. અમે બિન રાજકીય ક્ષેત્રના પ્રશ્નો પણ ઉઠાવી રહ્યા છીએ. આ માટા રાજ્યોનો સહયોગ લેવામાં આવી રહ્યો છે.

અમે ટીમ ઇન્ડિયાનો કન્સેપ્ટ તૈયાર કર્યો છે. કેન્દ્ર અને રાજ્યો ટીમ વર્ક કરશે. આ કારણે એક વિશ્વાસનો માહોલ ઉભો થાય છે. સરળતાથી કામ થાય છે.

ભારતની પૌરાણિક હિન્દુ વાર્તાઓમાં ચાર ધામની યાત્રા કરવી જરૂરી માનવામાં આવે છે. આ કરવા માટે લાંબી પ્રક્રિયા હતી. લાંબા ફોર્મ ભરવા પડતા હતા. હવે એક જ પેજનું ફોર્મ બનાવી દીધું છે.

તાળું ભલે કેટલુંય મોટું હોય, નાની ચાવીછી જ ખુલે છે. અમે પ્રથમ બજેટમાં FDI અંગે મહત્વ અને મોટા નિર્ણયો લીધા. રેલવોમાં FDIને મંજુરી આપી. દુનિયાની બીજી સૌથી મોટી રેલ સેવામાં ખાનગી રોકાણને આવકાર્યું. રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 100 ટકા એફડીઆઇને મંજુરી આપી. ભારતની ગરીબી સાથે 100 મિલિયન ડોલર્સનો બિઝનેસ જોડાયો છે.

મારી પાસે મેન પાવર છે, આપની પાસે મની પાવર છે. મારી પાસે ટેલેન્ટ છે, આપની પાસે એક્સપિરીયન્સ છે. આપણે સાથે મળીને મોટું કામ કરી શકીએ છીએ.

અમે પર્યાવરણ માટે પણ કામ કરવા માંગીએ છીએ. હું ગુજરાતમાં મુખ્યમંત્રી હતો ત્યારે રાજ્યમાં ક્લાઇમેટ ચેન્જનું અલાયદું ડિપાર્ટમેન્ટ શરૂ કર્યું હતું. દુનિયામાં ગુજરાત એવું ચોથું રાજ્ય છે.

હવે અમે રાષ્ટ્રીય સ્તરે ગંગાના શુદ્ધિકરણ માટે કામ કરવા માંગીએ છીએ. વિશ્વભરના પર્યાવરણવિદોને આમંત્રણ આપવા માંગુ છું.

અમે અમારા પાડોશી દેશો સાથે શાંતિ ઇચ્છીએ છીએ. મેં મારા સાર્ક દેશોના મિત્રોને મારી શપથવિધિમાં બોલાવીને શાંતિના સંબંધો વિકસાવવાની દિશામાં પ્રયાસ કર્યો હતો. અમે ગરીબ દેશને મદદ માટે એક સાર્ક સેટેલાઇટ પણ વિકસાવવા માંગીએ છીએ.

હવે વિદેશના થિંક ટેંક સાથે અમે વાટાઘાટો શરૂ કરી છે. જે માટે આઇડિયોલોજી લિમિટેડ છે, પરંતુ ફિલોસોફી એનલિમિટેડ છે.

અમારી સામે આતંકવાદનો પ્રશ્ન પણ છે. આતંકવાદના પ્રશ્નને ગંભીરતાથી લેવાની જરૂર છે. અનેક દેશો આતંકવાદનો પ્રભાવ સમજી શકતા નથી. આતંકવાદને નાથવા માટે માનવતાવાદમાં વિશ્વાસ કરવો જરૂરી છે. આતંકવાદને જુદા જુદા ત્રાજવામાં તોલી શકાય નહીં કે આ સારો આતંકવાદ આ ખરાબ આતંકવાદ છે.

આ કારણે મારો એક જ મંત્ર છે. ટુરિઝમ યુનાઇટ, ટેરરિઝમ ડિવાઇડ. હું આપ સૌને ભારત આવવાનું આમંત્રણ આપું છું. ભારત એક જોવા જેવો દેશ છે. માણવા જેવો દેશ છે.

જય હિંદ

English summary
ModiInAmerica : Indian PM Narendra Modi speech at Council on Foreign Relations, New York.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more