જાણો : CFRમાં નરેન્દ્ર મોદીને કેવા ગંભીર પ્રશ્નો પૂછાયા અને તેમણે કેવા સંતોષકારક જવાબ આપ્યા?
ન્યુ યોર્ક, 29 સપ્ટેમ્બર : આજે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Council on Foreign Relations (CFR - કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ)માં સંબોધન કર્યા બાદ ઉપસ્થિત સભ્યોએ ગંભીર પ્રશ્નોના બાણ ચલાવ્યા હતા આ પ્રહાર સામે નરેન્દ્ર મોદીએ સંતોષકારક જવાબ આપ્યા હતા. આ પ્રશ્નો કયા હતા અને તેના કેવા જવાબ આપ્યા તે જાણવા માટે આગળ ક્લિક કરો...

1. WTO પોલિસી અને ફૂડ સિક્યુરિટી
અમે ટ્રેડ ફેસિલિટેશન અંગેની WTO પોલિસી અંગે સ્પષ્ટ છીએ. હું વ્યક્તિગત રીતે પોપ્યુલિસ્ટ પોલિસીનો વિરોધી છું. પણ ભારતમાં ગરીબોની સંખ્યા વધુ છે, જેના કારણે ગરીબોની અવગણના કરીને અમે રાજકારણ રમી શકીએ નહીં. અમારા માટે ફૂડ સિક્યુરિટીનો પ્રશ્ન મહત્વનો છે. આ કારણ દરેક દેશ માટે WTO પોલિસી અને ફૂડ સિક્યુરિટી અલગ અલગ હોવી જોઇએ.

2. ઉર્જા ક્ષેત્રે પગભર
અમે સમગ્ર ભારતના ગામડાંમાં 24 કલાક વીજળી ઉપલબ્ધ બને તેવું ઇચ્છીએ છીએ. આમ કરવું શક્ય છે અને તે દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. અલ ગોરે પુસ્તક લખ્યું હતું 'એન ઇનકન્વિનિયન્ટ ટ્રુથ' અને મેં પુસ્તક લખ્યું છે 'કન્વિનિયન્ટ એક્શન'.

3. દેશની સુરક્ષા અને આતંકવાદ
ભારત માટે દેશની અને દેશવાસીઓની સુરક્ષા મહત્વની છે. અમને ભાગવાન બુદ્ધ અને મહાત્મા ગાંધીનું માર્ગદર્શન પ્રાપ્ત છે. આ કારણે અમે અહિંસામાં માનીએ છીએ. ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વિકસી નથી, તે બહારથી આયાત કરેલી છે.

4. ભારત અને અમેરિકાના સંબંધો
ભારત અને અમેરિકાના સંબંધો વધારે સુદ્રઢ બન્યા છે. બંને દેશો વચ્ચે અનેક સામ્યતાઓ છે. જે પૈકી એક નિખાલસતા અને બીજી લોકશાહી છે. અમેરિકામાં સૌથી જુની લોકશાહી છે. ભારત સૌથી મોટી લોકશાહી છે.

5. અમેરિકાનો હસ્તક્ષેપ
મારે અમેરિકાને કહેવું છે કે ભૂતકાળમાં કરી હતી તેવી ભૂલનું પુનરાવર્તન ના કરે. ઇરાકમાંથી જેમ ઉતાવળે લશ્કર પાછું બોલાવી લીધું હતું, તેમ કરવાને બદલે અફઘાનિસ્તાનમાંથી લશ્કર પરત બોલાવવાની પ્રક્રિયા ધીમી કરે.

6. ચીન સાથેના સંબંધો
ઘરમાં પતિ અને પત્નીના સંબંધો કાયમ માટે સુંવાળા નથી હોતા, આમ છતાં તેઓ આજીવન સાથે રહે છે અને એકબીજાનો સાથ નિભાવે છે. ચીન સાથેના અમારા સંબંધો પણ એવા જ છે, ચીન સાથે સીમા મુદ્દે વિવાદ છે, પણ વેપારની દિશામાં કામ કરવા અમારો પ્રયાસ છે. ભારત અને ચીન પરસ્પરના પ્રશ્નો મુદ્દે વાત કરવા સક્ષમ છે. તેમાં આંતરરાષ્ટ્રીય દરમિયાનગીરીની જરૂર નથી.

7. સ્ત્રી પુરુષ જાતિય અસમાનતા
અમે મહિલા સશક્તિકરણ માટે બાળકીઓને શિક્ષિત કરવા પર ભાર મૂકી રહ્યા છીએ. અમારા વિદેશ મંત્રી મહિલા છે, વિદેશ સચિવ મહિલા છે, મારા મંત્રી મંડળમાં મહિલાઓ છે. અમે 'બેટી પઢાઓ, બેટી બચાવો'ના મંત્ર પર કામ કરી રહ્યા છીએ.
|
8
નરેન્દ્ર મોદીના ભાષણ અંગે મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા
|
9
નરેન્દ્ર મોદીના ભાષણ અંગે ભારત ખાતેના અમેરિકાના પૂર્વ રાજદૂત ફ્રાંક વિસનર
|
10
નરેન્દ્ર મોદીના ભાષણ અંગે ભારત ખાતેના અમેરિકાના પૂર્વ રાજદૂત ફ્રાંક વિસનર