For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વ્હાઇટ હાઉસમાં રાખવામાં આવશે PM મોદીના ઉપવાસનું ધ્યાન

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન, 25 સપ્ટેમ્બર: આજે નરેન્દ્ર મોદી પોતાની અમેરિકા યાત્રા માટે રવાના થઇ રહ્યા છે અને તેમના રવાના થવા પહેલા જ તેમના નવરાત્રિ ઉપવાસને લઇને એટલી ચર્ચાઓ થઇ રહી છે કે તેના સમાચાર વ્હાઇટ હાઉસ સુધી પહોંચી ગયા છે.

પરંતુ વ્હાઇ હાઉસ તરફથી કહેવામાં આવ્યું છે કે મોદીનો ઉપવાસ વ્હાઇટ હાઉસ માટે કોઇ મોટી સમસ્યા નથી. તેમના ઉપવાસ અનુસાર વ્હાઇટ હાઉસ હંમેશા પોતાના મેહમાનોના રિવાજોનું સન્માન પ્રમાણે ખ્યાલ રાખતું આવ્યું છે અને આગળ પણ રાખશે.

વ્હાઇટ હાઉસ અનુસાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદ અને નાપસંદનો સંપૂર્ણ ખ્યાલ તેમના આ પ્રવાસ દરમિયન રાખવા આવશે.

અમેરિકાની નેશનલ સિક્યોરિટી કાઉંસિલની પ્રવક્તા કેટલિન હેડને જણાવ્યું કે આપણે આ વાતની જાણકારી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટન યાત્રા દરમિયાન વ્રત રાખવાના છે.

છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકન રાષ્ટ્રપતિની યજમાનીમાં આવનાર તમામ મહેમાનોના રિવાજો સમ્માનજનક રીતે ધ્યાન રાખીએ છીએ.

વધુ સમાચાર વાંચો તસવીરોમાં...

મોદીની સફળતા

મોદીની સફળતા

તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ બરાક ઓબામા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફળતા દ્વિપક્ષીય યાત્રાની આશા કરી રહ્યા છે અને અમને નથી લાગતું કે વ્રત કોઇ પણ પ્રકારનો કોઇ મુદ્દો બનશે.

વ્હાઇટ હાઉસ

વ્હાઇટ હાઉસ

વ્હાઇટ હાઉસ હિસ્ટોરિકલ એસોસિએશન અનુસાર ડિનરમાં શું શું હશે, એ નક્કી કરી લેવામાં આવ્યું છે.

વ્હાઇટ હાઉસ હિસ્ટોરિક એસોસિએશન

વ્હાઇટ હાઉસ હિસ્ટોરિક એસોસિએશન

વ્હાઇટ હાઉસ હિસ્ટોરિક એસોસિએશનની પ્રવક્તા લારા એમ. ક્લાઇને જણાવ્યું '1920ના દાયકાથી વિદેશ મંત્રાલયમાં પ્રોટોકોલ ઓફિસ રાષ્ટ્ર પ્રમુખોની યાત્રાથી ઘણા અઠવાડીયા પહેલા તેમની ટીમથી મુલાકાત કરીને સંપૂર્ણ તૈયારી કરે છે, તેમાં ખાવાની પસંદ અને નાપસંદનો પણ સમાવેશ થાય છે.'

રાજનૈતિક પ્રચલન

રાજનૈતિક પ્રચલન

આની વચ્ચે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરૂદ્દીને જણાવ્યું 'આ સામાન્ય રીતે રાજનૈતિક પ્રચલન છે કે એવી વાતચીત પહેલા યજમાન પક્ષ ખાવા અને અન્ય ચીજ વસ્તુઓ અંગે જાણકારી માંગે છે અને મહેમાન આ અંગે તેને સંપૂર્ણ જાણકારી આપે છે.'

પીએમને જોઇતું ભોજન મળશે

પીએમને જોઇતું ભોજન મળશે

તેમણે જણાવ્યું કે તેઓ એ વાતનનું આશ્વાસન આપી શકે છે કે ભોજન સંબંધી પસંદનો સંકેત અમેરિકાને આપી દેવામાં આવ્યો છે. દરેક વસ્તુઓ એ જ પ્રમાણે તૈયાર કરવામાં આવશે.

English summary
White House will take care of PM Modi's Navratri fast during his White House visit. White House has issued a statement and says like older traditions this time also White House will not let his guest down.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X