For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકવાદી અને ક્રિમિનલ્સની વચ્ચે પોપ્યુલર છે આ ખતરનાક ડ્રગ્સ

|
Google Oneindia Gujarati News

કેટલાક દિવસો પહેલા ખબર આવી હતી કે સીરિયાના આઇએસઆઇએસ આતંકી મોટી માત્રામાં ડ્રગ્સનો પ્રયોગ કરે છે. આ પહેલા પણ આ લોકો આવા જ ડ્રગ્સને વેચીને આતંકવાદ માટે પૈસા ઊભા કરતા હતા. સીરિયા સિવાય ભારતમાં જાન્યુઆરીની શરૂઆતમાં થયેલા પઠાણકોટ આતંકી હુમલાની તપાસમાં પણ તે વાત સામે આવી હતી કે આતંકવાદીઓએ તેવી ડ્રગ્સનો ઉપયોગ કર્યો હતો જે તેમને દર્દ સહન કરી લાંબા સમય સુધી લડત આપી શકે.

વળી વર્ષ 2012માં અમેરિકી સેના દ્વારા તૈયાર કરવામાં આવેલા એક રિપોર્ટમાં પણ તે વાત બહાર આવી હતી કે ઇરાકમાં આતંકી મોટા પ્રમાણમાં ડ્રગ્નનું સેવન કરે છે. ત્યારે આંતકીઓ અને અપરાધીઓમાં લોકપ્રિય હોય તેવા 10 ડ્રગ્સનું લિસ્ટ જાણો અહીં. આ તમામ ડ્રગ્સ ખૂબ જ ખતરનાક છે. પણ તેમ છતાં આતંકીઓ તેનો ઉપયોગ લાંબા સમય સુધી વિષમ પરિસ્થિતિઓમાં લડવા માટે કરી રહ્યા છે. તો જાણો આ ડ્રગ્સ વિષે વધુ અહીં....

અમેરિકાનો દાવો

અમેરિકાનો દાવો

અમેરિકા અને બ્રિટને વર્ષ 2012માં જાહેર કરેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે ઇરાકના બસરા શહેરમાં પિંકીઝ નામનું ડ્રગ્સ ટેલબેટના રૂપમાં ખુલ્લેઆમ વેચાય છે. જેનો ઉપયોગ જર્મન સૈનિક વર્લ્ડ વોર ટૂમાં કરતા હતા. તેને વર્ષ 1887માં પહેલીવાર બનાવવામાં આવ્યું હતું.

સીરિયામાં ISISનું ફેવરિટ

સીરિયામાં ISISનું ફેવરિટ

ટાઇમ્સ લંડનમાં છપાયેલા રિપોર્ટ મુજબ પેરિસ આતંકી હુમલા વખતે ખબર પડી કે આતંકીઓએ એમફેટામાઇન ડ્રગ્સનો ઉપયોગ કર્યો હતો.

પઠાણકોટ આતંકી હુમલો

પઠાણકોટ આતંકી હુમલો

તો પઠાણકોટમાં 50 કલાક સુધી ચાલેલા આતંકી હુમલામાં ઇજાગ્રસ્ત આતંકીઓએ મોટી માત્રામાં મૈફિનૈમિક એસિડનો ઉપયોગ કર્યો હતો. આ પેનકિલરે તેમના તમામ દુખાવાને ભૂલાવીને તેમને લાંબા સમય સુધી સેના સામે લડવામાં મદદ કરી.

આતંકીઓની પહેલી પસંદ

આતંકીઓની પહેલી પસંદ

કૈનબીસ પણ આતંકીઓની પહેલી પસંદ છે. ડેલી મેલનો દાવો છે કે આઇએસઆઇએસના આતંકીઓ તેનો મોટી માત્રામાં ઉપયોગ કરે છે. વળી પેરિસ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ બ્દેલાહમીદ અબાઉદ પણ પોતાના મિશન પર આનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા હોત તેવું જાણવા મળ્યું છે.

મોટી માત્રામાં ઉત્પાદન

મોટી માત્રામાં ઉત્પાદન

અફધાનિસ્તાનમાં મોટી માત્રામાં અફીણની ખેતી થાય છે. અને આતંકીઓ તેનો પોતાના પર તો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે સાથે જ તેને વેચીને પણ હથિયારો અને બોમ્બ ખરીદે છે.

એક ગ્રામથી 20 લોકોની મોત

એક ગ્રામથી 20 લોકોની મોત

અફીણ ડ્રગ્સનો ઉપયોગ સાઉથ અમેરિકાના અપરાધીઓ સૌથી વધુ કરે છે. તેનાથી સૌથી વધુ નશો થાય છે. પણ સાથે જ તેનો એક ગ્રામ ડોઝ 20 લોકોને મારી પણ શકે છે. સીઆઇએના કહેવા મુજબ વર્ષ 1993માં કોલ્ડ વોર વખતે તેનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હતો.

દુનિયાની સૌથી જૂની ડ્રગ્સ

દુનિયાની સૌથી જૂની ડ્રગ્સ

અફીણ અને હિરોઇનની તસ્કરી ભારત પાકિસ્તાન બોર્ડર પર વર્ષોથી થાય છે. અને તેની મોટી કિંમત પણ તસ્કરોને મળે છે.

અમેરિકી કોંગ્રેસનો દાવો

અમેરિકી કોંગ્રેસનો દાવો

વર્ષ 2004માં અમેરિકી કોંગ્રેસે એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં આતંકી તે સમયે ડ્રગ્સની સાથે ક્રેક કોકિનનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા હતા તેવું કહેવામાં આવ્યું હતું. જેથી આંતકીઓ તનાવ મુક્ત રહી શકે

રશિયાનું સિક્રેટ

રશિયાનું સિક્રેટ

એક ખાનગી રિપોર્ટ મુજબ ક્રોકાડિલ નામની એક ડ્રગ્સનો ઉપયોગ રશિયામાં મોટા પ્રમાણમાં થાય છે અને લગભગ 1 મિલિયન લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. તે અન્ય ડ્રગ્સ કરતા સસ્તી છે અને તેને ઘરે પણ બનાવી શકાય છે માટે જ તે ધીરે ધીરે રશિયામાં મોટા પ્રમાણમાં લોકપ્રિય થઇ રહી છે.

English summary
Top most dangerous drugs of the world being used by criminals and terrorists.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X