For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીલંકામાં સિરિયલ બ્લાસ્ટની હચમચાવી નાખે તેવી તસવીરો

ઈસ્ટર અવસરે એક પછી એક ધમાકાને કારણે આખું શ્રીલંકા હચમચી ઉઠ્યું છે. રિપોર્ટ અનુસાર શ્રીલંકામાં કુલ 6 બ્લાસ્ટ થયા જેમાં ત્રણ બ્લાસ્ટ ચર્ચમાં, બે હોટેલમાં અને એક બ્લાસ્ટ અન્ય જગ્યા પર થયો છે.

|
Google Oneindia Gujarati News

ઈસ્ટર અવસરે એક પછી એક ધમાકાને કારણે આખું શ્રીલંકા હચમચી ઉઠ્યું છે. રિપોર્ટ અનુસાર શ્રીલંકામાં કુલ 6 બ્લાસ્ટ થયા જેમાં ત્રણ બ્લાસ્ટ ચર્ચમાં, બે હોટેલમાં અને એક બ્લાસ્ટ અન્ય જગ્યા પર થયો છે. શ્રીલંકા રિપોર્ટ અનુસાર 140 લોકો માર્યા ગયા છે અને 400 કરતા પણ વધારે લોકો ઘાયલ થયા છે. ખબર આવી રહી છે કે આ ધમાકો તેવા સમયે થયો જયારે ઈસ્ટર અવસરે પ્રાર્થના કરવા માટે લોકો ચર્ચમાં ભેગા થયા હતા. હજુ સુધી પણ સંગઠને આ મામલે જવાબદારી નથી લીધી.

કોલંબોના ચર્ચમાં ધમાકાનો નજારો

આ ધમાકા પછી જે ફોટો અને વિડિઓ સામે આવી રહ્યા છે, તે ખુબ જ દર્દનાક છે. આ ધમાકાનું દર્દ શબ્દોમાં કહેવું ખુબ જ મુશ્કિલ છે.

શ્રીલંકાના પ્રધાનમંત્રીએ તત્કાલ બેઠક બોલાવી

આ બ્લાસ્ટમાં પછી શ્રીલંકાના પ્રધાનમંત્રીએ તાત્કાલિક બેઠક બોલાવાઇ છે. શ્રીલંકા બ્લાસ્ટ પર ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું છે કે તેઓ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેઓ કોલંબોમાં રહેલા ભારતીય હાઈ કમિશનના સંપર્કમાં છે અને આખી સ્થિતિ પર તેમની પુરી નજર છે.

ચર્ચને નિશાનો બનાવવામાં આવ્યો

ચર્ચને નિશાનો બનાવવામાં આવ્યો

સ્થાનીય પોલીસ ઘ્વારા જણાવવામાં આવ્યું કે હજુ સુધી આ બ્લાસ્ટમાં કેટલાક લોકો હતાહત થયા છે તેના વિશે કોઈ ખાસ આંકડો નથી મળી શક્યો. જે ચર્ચને નિશાનો બનાવવામાં આવ્યો તે રાજધાનીના ઉતરી હિસ્સામાં છે, જયારે બીજું ચર્ચ કોલંબો બહાર નેગોમ્બા વિસ્તારમાં આવેલો છે.

ભારતીય નાગરિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર

ભારતીય નાગરિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર

ભારતીય નાગરિકો માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, આ નંબર +94777903082, +94112422788, +94112422789, +94777902082 या +94772234176 પર ફોન કરી શકાય છે.

English summary
The blasts at Colombo in which several people died was a clear warning to the Catholics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X