ટેક્સાસના ચર્ચમાં થયું ફાયરિંગ, 26ના મોતની ખબર

Posted By:
Subscribe to Oneindia News

અમેરિકાના દક્ષિણ ટેક્સાસ સ્થિત બાપ્ટિસ્ટ ચર્ચમાં ફાયરિંગ થયું છે. જેમાં લગભગ 26 લોકોની મોતની ખબર આવી છે. માનવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી પણ શકે છે. સાથે જ આ ઘટનામાં મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ ખબર આવી છે. જે બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. અને બચાવ કાર્ય પણ ચાલી રહ્યો છે. વધુમાં બે હેલિકોપ્ટર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. આ ઘટનાએ હુમલો કરનાર વ્યક્તિને પોલિસે મારી નાખ્યો છે તેમ જાણવા મળ્યું છે. વધુમાં સાક્ષીઓએ જણાવ્યું છે કે આ ઘટના ત્યાંના સ્થાનિય સમય મુજબ સવારે 11:30 થઇ છે.

texas

અમેરિકાના જે ચર્ચમાં આ ફાયરિંગ થયું છે તે દક્ષિણ ટેક્સાસના સથરલેન્ડ સ્પ્રિંગ્સમાં આવેલું છે. અહીં પ્રાર્થના ચાલી રહી હતી અને તે વખતે લગભગ 362 જેટલા લોકો હાજર હતા ત્યારે ફાયરિંગ થયું છે. આ વિસ્તાર સેન્ટ એન્ટોનિયોથી લગભગ 35 કિલોમીટર દૂર છે. રવિવારની પ્રાર્થનાના સમયે આ ફાયરિંગ થયું છે. માનવામાં આવે છે કે હુમલાખોર આનાથી પણ વધુ લોકોને મારી શક્યો હોત પણ પોલીસે ઝડપી પગલાં લેતા મોટી સંખ્યામાં લોકોના જીવ બચાવી શક્યા છે. વળી અહીંના ગવર્નર ગ્રેગ એબૉટ પણ આ ઘટનાની જાણકારી આપી ટ્વિટ કર્યું છે. અને મૃતકોને શ્રદ્ઘાંજલિ અર્પી છે. ઉલ્લેખનીય છે કે હાલ અમેરિકામાં એક પછી એક આવી ઘટનાઓ વધી રહી છે. જે દુખની વાત છે.

English summary
Multiple casualties in Texas church shooting, shooter taken down. Read here more details on it.
Please Wait while comments are loading...