For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુશર્રફ ઉત્તર પાકિસ્તાનના ચિત્રલમાંથી ચૂંટણી લડશે

|
Google Oneindia Gujarati News

parvez-musharraf
ઇસ્લામાબાદ, 28 માર્ચ : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન પાકિસ્તાનમાં યોજાનારી સંસદીય ચૂંટણી ઉત્તર પાકિસ્તાનમાં આવેલી સંસદીય બેઠક ચિત્રલ પરથી લડશે. આ અંગેની સત્તાવાર જાહેરાત તેમની પાર્ટીના સભ્યોએ બુધવારે કરી હતી.

ઓલ પાકિસ્તાન મુસ્લિમ લીગ (એપીએમએલ)ના નેતા શહઝાદા ખાલિદ પરવેઝે જણાવ્યું કે મુશર્રફ ગુરુવારે ખૈબર-પખ્તુન્ખવા વિસ્તારમાં આવેલા ચિત્રલ સંસદીય મતવિસ્તારમાંથી પોતાનું ઉમેદવારે પત્ર ભરવાના છે.પરવેઝે જણાવ્યું કે એપીએમએલ દ્વારા પરવેઝ મુશર્રફને પહાહી વિસ્તારમાંથી ચૂંટણી લડાવવાનો નિર્ણય લીધો છે. આ વિસ્તારમાં પાર્ટી મજબૂત પકડ ધરાવે છે.

તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું કે એપીએમએલના પ્રમુખ આ વિસ્તારમાંથી સરળતાથી ચૂંટણી જીતી જશે. આ અંગે મુશર્રફે જણાવ્યું કે તેમણે આ મતવિસ્તારની પસંદગી એટલા માટે કરી કે અહીંના લોકો લોવરી ટનલ જેવા વિકાસલક્ષી કાર્યો કરનારા તેમના પૂર્વ રાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કરવા ઇચ્છા છે.

એપીએમએલને આ વિસ્તારમાં ભરપૂર સમર્થન મળી રહ્યું છે. તેઓ વર્ષોથી મુશર્રફને સમર્થન આપતા આવ્યા છે. આ ઉપરાંત કેટલાક અહેવાલ એવા પણ છે કે મુશર્રફ બીજા બે મતવિસ્તારો પંજાબ અને સિંધ વિસ્તારમાંથી પણ ચૂંટણી લડી શકે છે.

English summary
Musharraf to contest polls from Chitral in north Pak.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X