વિઝાની અરજી કરવા માટે સ્વતંત્ર છે નરેન્દ્ર મોદી: અમેરિકા

Posted By:
Subscribe to Oneindia News

વોશિંગ્ટન, 1 ફેબ્રુઆરી: એક ટોચના અમેરિકન અધિકારીએ કહ્યું હતું કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અમેરિકન વિઝા માટે અરજી કરવા માટે સ્વતંત્ર છે અને તેના માટે જે નક્કી પ્રક્રિયા છે તે મુજબ નિર્ણય થશે.

વિદેશી વિભાગની ઉપ પ્રવક્તા મેરી હર્ફે પોતાના દરરોજના સંવાદદાતા સંમેલનમાં શુક્રવારે કહ્યું હતું કે 'અમે કહ્યું છે કે તે (નરેન્દ્ર મોદી) વિઝા માટેની અરજી કરવા માટે સ્વતંત્ર છે અને તેના માટે અહીં જે પ્રક્રિયા છે તેના આધારે નિર્ણય થશે.' 2002ના રમખાણોની પૃષ્ઠભૂમિમાં 2005માં વિદેશ વિભાગે નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા માટે વિઝા પર પ્રતિબંધ લગાવી દિધો હતો.

narendra-modi

અમેરિકા સતત કહેતું રહ્યું છે કે નરેન્દ્ર મોદીને લઇને તેની લાંબા સમયથી અપનાવવામાં આવતી વિઝા નીતિમાં કોઇ પરિવર્તન થયું નથી પરંતુ તે વિઝા માટે અરજી કરવા માટે સ્વતંત્ર છે અને કોઇપણ અન્ય અરજીકર્તની જેમ તેમને પણ સમીક્ષા માટે રાહ જોવી પડશે.

1984ના રમખાણોના મુદ્દે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના એક તાજેતરના ઇન્ટરવ્યું પર પ્રતિક્રિયા પૂછવામાં આવતાં હર્ફે કહ્યું હતું કે 'મેં તે નિવેદનોને સાંભળ્યા નથી.'

English summary
BJP's prime ministerial candidate Narendra Modi was free to apply for an American visa and a decision on it would be made on the process that we have in place, said a senior US official.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.